Not Set/ યુપી ચૂંટણી માટે કોંગ્રેસનો ઢંઢેરો જાહેર, કહ્યું- 10 દિવસમાં ખેડૂતોની લોન માફી

પ્રિયંકા ગાંધીએ વચન આપતા કહ્યું કે, અમે બેરોજગારી અને મોંઘવારી જેવા સૌથી મોટા મુદ્દા પર ઘણું કામ કર્યું છે. હવે 10 દિવસમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે.

Top Stories India
પ્રિયંકા

ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બુધવારે ‘ઉન્નતિ વિધાન’ નામનો મેનિફેસ્ટો બહાર પાડ્યો.

આ પણ વાંચો:રાહુલ ગાંધીએ એકવાર ફરી સરકાર પર કર્યો કટાક્ષ, કહ્યુ- નવુ ઈન્ડિયા ચાઈના નિર્ભર છે

પ્રિયંકા ગાંધીએ વચન આપતા કહ્યું કે, અમે બેરોજગારી અને મોંઘવારી જેવા સૌથી મોટા મુદ્દા પર ઘણું કામ કર્યું છે. હવે 10 દિવસમાં ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરવામાં આવશે. રૂ.2500 ક્વિન્ટલ ડાંગર-ઘઉંની ખરીદી થશે. અને શેરડીનો ભાવ રૂ.400 ક્વિન્ટલ થશે. વીજળી બિલ અડધું થશે, એરિયર્સ માફ કરાશે. 20 લાખ સરકારી નોકરીઓ આપશે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો યુપીમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી આર્થિક રીતે પ્રભાવિત થયેલા પરિવારોને 25 હજાર રૂપિયા આપવામાં આવશે. 12 લાખ ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. અને 8 લાખ નવી જગ્યાઓ બનાવવામાં આવશે. 40 ટકા મહિલાઓને આપવામાં આવશે. 10 લાખ સુધીની સારવાર મફતમાં મળશે.

પ્રિયંકાએ કહ્યું કે, ખેડૂતો રખડતા ઢોરથી પરેશાન છે. તેને છત્તીસગઢ મોડલ પર ઉકેલવામાં આવશે. જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને 3000 રૂપિયા આપવામાં આવશે. ‘ગોધન ન્યાય યોજના’ શરૂ કરવામાં આવશે.અને ગાયનું છાણ રૂ.2 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવશે. આ યોજના છત્તીસગઢમાં ચાલી રહી છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, જો કોંગ્રેસની સરકાર બનશે તો નાના વેપારીઓને 1% વ્યાજ પર લોન મળશે. કામદારો અને કર્મચારીઓ માટે એવી દરખાસ્ત કરવામાં આવી છે કે, આઉટસોર્સિંગ કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ અને સફાઈ કામદારોને નિયમિત કરવામાં આવશે.

કોંગ્રેસે વચન આપ્યું છે કે, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ત્યાંની જમીનનો માલિકી હક્ક આપવામાં આવશે. લોકોને એફોર્ડેબલ હાઉસિંગ આપવામાં આવશે. ચોકીદારનો પગાર મહિને 5000 રૂપિયા હશે. શિક્ષામિત્રોને નિયમિત કરવામાં આવશે. સંસ્કૃત અને ઉર્દુ શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. એસસી અને એસટીના વિદ્યાર્થીઓને કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. મહિલા પોલીસકર્મીઓને ગૃહ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવશે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, યુપીમાં પત્રકારો સામે નોંધાયેલા કેસ ખતમ કરવામાં આવશે.

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીએ કહ્યું- ‘બિકીની હોય, ઘુંઘટ હોય કે હિજાબ હોય, મહિલાઓને તેમની પસંદગીના કપડાં પહેરવાનો અધિકાર છે’

આ પણ વાંચો: ભૂજમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે કરાયા આવા ચેડા