Not Set/ ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે? કોંગ્રેસના આકરા સવાલ

ખેડાએ દાવો કર્યો હતો કે જપ્ત કરેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયા છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો છે કે આટલો મોટો જથ્થો બંદર પર કેવી રીતે પહોંચ્યો, સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો શું કરી રહ્યું હતું

Top Stories India
હેરોઇન જપ્ત ખેડાએ દાવો કર્યો હતો કે જપ્ત કરેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયા છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો છે કે આટલો મોટો

ગુજરાત રાજ્યના મુન્દ્રા બંદરેથી એશિયાનું સૌથી મોટું ડ્રગ રેકેટ ઝડપાયું છે. આ હેરોઈન જપ્ત કરવા પર કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો, પૂછ્યું કે ગુજરાતનો દરીયા કિનારો ડ્રગ્સની દાણચોરી માટે પસંદગીનો રસ્તો કેમ છે ? કોંગ્રેસે મંગળવારે ગુજરાતના મુન્દ્રા બંદરેથી આશરે 15,000 કરોડ રૂપિયાની કિંમતની 3,000 કિલો હેરોઈન જપ્ત કરવાને લઈને કેન્દ્ર પર હુમલો કર્યો હતો. હેરોઇન જપ્ત કરવા પર કોંગ્રેસે કેન્દ્ર પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નાક નીચે આવી ડ્રગ સિન્ડિકેટ કેવી રીતે ચાલી રહી છે.

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના કચ્છ જિલ્લાના મુન્દ્રા બંદર પર બે કન્ટેનરમાંથી 15,000 કરોડ રૂપિયાની કિંમતનું 2,988.21 કિલો હેરોઇન જપ્ત કર્યું છે. આ કેસમાં ચેન્નાઇથી આયાત ફર્મ ચલાવનાર એક દંપતીની ધરપકડ પણ કરી છે. અને રિમાન્ડ પર મોકલી આપવામાં આવી છે.  કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ સરકારને પૂછ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના પૂર્ણકાલીન વડાનું પદ 18 મહિનાથી કેમ ખાલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાંથી  આ ડ્રગ સિન્ડિકેટને તોડવામાં કેમ અસમર્થ છે?

તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતમાં ડ્રગની હેરફેરમાં નોંધપાત્ર વધારો થયો છે અને તે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે. મંગળવારે પાર્ટી હેડક્વાર્ટરમાં મીડિયા સાથે વાતચીત કરતા પવન ખેરાએ કહ્યું કે તે માત્ર ભારતના યુવાનોના વર્તમાન અને ભવિષ્યનો નાશ કરી શકે છે, પરંતુ તે વૈશ્વિક સ્તરે આતંકવાદી સંગઠનોને ધિરાણ માટે સંભવિત ભંડોળનો માર્ગ પણ છે. ખેડાએ દાવો કર્યો હતો કે મુન્દ્રા પોર્ટમાંથી આશરે ત્રણ ટન હેરોઈન જપ્ત કરવી એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વની સૌથી મોટી ગેરકાયદેસર ડ્રગ  ની હેરાફેરીનો કિસ્સો છે.

ખેડાએ દાવો કર્યો હતો કે જપ્ત કરેલી હેરોઈનની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 21,000 કરોડ રૂપિયા છે. કોંગ્રેસે સરકારને સવાલ કર્યો છે કે આટલો મોટો જથ્થો બંદર પર કેવી રીતે પહોંચ્યો, સરકાર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો શું કરી રહ્યું હતું? ખેરાએ દાવો કર્યો હતો કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત કિનારે પાકિસ્તાન, ઈરાન અથવા અફઘાનિસ્તાનથી ભારતમાં માદક પદાર્થોની દાણચોરી માટે સૌથી વધુ પસંદગીનો માર્ગ બની ગયો છે. ખેડાએ દવાઓ જપ્ત કરવા બાબતે સરકાર તરફથી પણ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા. ખેરાએ પૂછ્યું કે શું ડ્રગ્સના 10 કન્સાઇનમેન્ટને જવા દેવામાં આવી રહ્યા છે અને એકને પકડવામાં આવી રહ્યો છે જેથી લોકોને ખબર પડે કે એજન્સીઓ કામ કરી રહી છે.

National / દેશની 13 હાઈકોર્ટને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ, 17 ન્યાયાધીશોની કરાશે બદલી

હવામાન / રાજયમાં આગામી દિવસોમાં અતિભારે વરસાદની સંભાવના

ચીન / ગલવાન ઘાટીની ઘટના બાળકોના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરી બાળકોને દેશભક્તિનો પાઠ ભણાવશે