ગાંધીનગર/ વિધાનસભામાં કોંગ્રેસે વીજળીના મુદ્દે સરકારને ઘેરી, લલિત વસોયા-વિમલ ચૂડાસમાએ ઉતાર્યા શર્ટ

વિધાનસભામાં કોંગ્રેસે વીજળીના મુદ્દે સરકારને ગૃહ અને ગૃહ બહાર ઘેરી છે. ખેડૂતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં ઉતારી વિધાનસભા પરિસરમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું.

Top Stories Gujarat Others
વિધાનસભામાં
  • વિધાનસભામાં ગાજ્યો વીજળીનો મુદ્દો
  • ખેડૂતોના વીજળી મુદ્દે કોગ્રેસનો સુત્રોચ્ચાર
  • સરકાર છ કલાક વીજળીના વચનથી ફરી
  • ઉદ્યોગોના ભોગે, ખેડૂતોને પાયમાલ કર્યા-કોંગ્રેસ
  • લલિત વસોયા-વિમલ ચૂડાસમાએ શર્ટ ઉતાર્યા

રાજ્ય સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કર્યા બાદ ખેડૂતોને પુરતી વીજળી મળતી નથી. રાજ્યના વીજમંત્રી કનુભાઇ દેસાઇએ પણ કોંગ્રેસના ધારાસભ્યોને છ કલાકની વીજળી આપવાની ખાતરી આપ્યાં છતાં ખેડૂતોને વીજળી મળતી નથી. જેને લઇને વિધાનસભામાં કોંગ્રેસે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. આ વિરોધમાં કોંગી ધારાસભ્યો લલિત વસોયા અને વિમલ ચૂડાસમાએ શર્ટ કાઢી વિરોધ કર્યો હતો.

 રાજ્ય સરકારે ખેડૂતોને અવિરત વીજળી આપવાની ખાતરી આપ્યા બાદ સરકાર હાલ પોતાના જ વચનથી ફરી ગઇ. જેને કોંગ્રેસ સરકારની નિષ્ફળતા ગણાવે છે.વીજળી મામલે ગત 15 માર્ચે કોગ્રેસે ગૃહથી વોકઆઉટ કરેલો. સુત્રોચ્ચાર કરેલા. એના પગલે સરકારે ખેડૂતોને વીજળી આપવાની ખાતરી આપેલી પણ હાલ ખેડૂતો વીજળીની માંગ કરી રહ્યાં છે. સરકાર હંમેશાથી ગુજરાતને પાવર સરપ્લસ સ્ટેટ તરીકે ઓળખાવે છે. તો ખેડૂતોને વીજળી કેમ પુરતી અપાતી નથી. કેમ કૃષિ ક્ષેત્રે વીજળીમાં શોર્ટેજ છે.

ભાજપ સરકારે સ્વીકાર્યું છે કે રાજ્યમાં બે વર્ષમાં વીજ ઉત્પાદનમાં ફક્ત 240 મેગાવોટનો જ વધારો થયો છે. ભાજપને પહેલાં દિલ્લીથી શિક્ષણ મુદ્દે અને આજે કોગ્રેસ તરફથી વીજ મુદ્દે ચેલેન્જ મળી છે.સરકાર ગુજરાત મોડલની ગરિમાને બચાવવા વિપક્ષની ચેલેન્જ સ્વીકારે એ ચૂંટણી વર્ષમાં ફાયદામાં છે.

વિધાનસભાના પ્રવેશ દ્વાર પાસે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલા ધરણાં સામે વિધાનસભા ગૃહમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ભાજપે ઉપસ્થિત કર્યો હતો. ભાજપના દંડક પંકજ દેસાઈ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ઠપકો આપવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ભાજપના દંડક ના પ્રસ્તાવ ઉપર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટેકો આપી વિમલ ચુડાસમા શર્ટ કાઢી નાખવાના મુદ્દાને પણ અસભ્યતાપૂર્ણ અને વિરોધ નોંધાવ્યો હતો. જીતુ વાઘાણી આ અંગે કહ્યુ હતું કે, શર્ટ કાઢીને આવવુ એ ચલાવી લેવાય નહિ. આવા સંસ્કારો ચલાવી ન લેવાય. આ કેવા પ્રકારની માનસિકતા છે?

ત્યારે જીતુ વાઘાણીને જવાબ આપતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યુ કે, આખા રાજ્યમા ખેડૂતો વીજળી ન મળતી હોવાના કારણે મુશ્કેલીમાં છે. વીજળી ના હોવાના કારણે વિરોધ પ્રદર્શન કર્યુ છે. આખા રાજ્યમાંથી બધાને બોલાવી નીચે માઈક રાખી ફોટા પડાવી ભાષણ કરીએ છીએ. રોજ સરકાર આવા કાર્યક્રમો કરે છે એના પર પણ કહેવુ જોઇએ. અમને સંસ્કારોની વ્યાખ્યા આપવાની જરુર નથી. તમે તમારા સંસ્કાર પૂરતા રહો એ યોગ્ય છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત,ચાર લોકોના કમકમાટી ભર્યા મોત

આ પણ વાંચો : કચ્છમાં જીપ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ત્રણના મોત

આ પણ વાંચો : ભગવદ્દ ગીતાના પાઠ ભણવા અંગે આપ અને કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, કહ્યું-ચૂંટણી પહેલા ભાજપ કરી રહ્યું…

આ પણ વાંચો :  મધ્યાહન ભોજન શરૂ નહિ થતા આખો દિવસ ભૂખ્યા રહેતા બાળકો