By Election/ Dy.CM ચપ્પલકાંડને કોંગ્રેસે વખોડ્યો, પરંતુ પાટકરના વિધાન માટે CMનું માગ્યું રાજીનામું

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા ગુજરાતનાં Dy. CM નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટનાને વખોડી કાઢતા પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, કોઈપણ પક્ષનો કે વ્યક્તિનો વિરોધ કરવાની આ પ્રવૃત્તિ યોગ્ય નથી.  વિરોધ કરવાના અન્ય અનેક રસ્તાઓ છે. આ પ્રકારના બનાવ પ્રજાના રોષની પ્રતીતિ કરાવે છે, પરંતુ આવી ઘટના વખોડવા પાત્ર છે. સાથે સાથે જ કોંગ્રેસ દ્વારા મંત્રી રમણ […]

Top Stories Gujarat Assembly Election 2022

પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર દ્વારા ગુજરાતનાં Dy. CM નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવાની ઘટનાને વખોડી કાઢતા પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે, કોઈપણ પક્ષનો કે વ્યક્તિનો વિરોધ કરવાની આ પ્રવૃત્તિ યોગ્ય નથી.  વિરોધ કરવાના અન્ય અનેક રસ્તાઓ છે. આ પ્રકારના બનાવ પ્રજાના રોષની પ્રતીતિ કરાવે છે, પરંતુ આવી ઘટના વખોડવા પાત્ર છે.

સાથે સાથે જ કોંગ્રેસ દ્વારા મંત્રી રમણ પાટકરના ભાષણ પર કોંગ્રેસ દ્વારા ભાજપ અને ભાજપની સરકાર પર સીધો વાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા મંત્રી રમણ પાટકરનાં ભાષણ મામલે કોંગ્રેસે તીખી પ્રતિક્રયા આપતા ચૂંટણી પંચ અને રાજ્યપાલને પત્ર લખ્યો છે અને પત્રમાં મંત્રી અને CMના રાજીનામાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ભાષણ આપવામાં આવ્યું ત્યારે સ્ટેજ પર મુખ્યમંત્રી ખુદ પણ ઉપસ્થિત હતા.

If you do anti party activities in the election, you will get caught say  minister raman patkar | ઉમરગામમાં મંત્રી રમણ પાટકરે કહ્યું કે, ચૂંટણીમાં  પક્ષ વિરોધી પ્રવૃતી કરશો તો પકડાઈ ...

સીએમની હાજરીમાં મંત્રીએ મતદારોને આકર્ષવાનો આવો પ્રયાસ કર્યો છે. સંવિધાનની કલમનું ઉલ્લંઘન કરતા મંત્રી
રમણ પટકારના નિવેદન પર કોંગ્રેસે CMનું રાજીનામુ માંગ્યું છે. ચૂંટણીપંચ અને રાજ્યપાલને ફરિયાદ કરી ભાજપની કેવી માનસીકતા છે તે લોકો વચ્ચે લાવવાનો પ્રયાસ કર્યો છે.