Not Set/ અયોધ્યા ચુકાદા પહેલા કોંગ્રેસે બોલાવી CWC બેઠક, નેતાઓને આ મામલે ચુપ રહેવાની મળી સુચના

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ બેઠક કરશે અને તેમની ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની બેઠક આજે (9 નવેમ્બર) સવારે યોજાશે. આપને જણાવી દઇએ કે, આ બેઠક રવિવારે યોજાવાની હતી. વેણુગોપાલે ટ્વિટ કર્યું હતું કે, સીડબ્લ્યુસીની […]

Top Stories India
CWC by Congress અયોધ્યા ચુકાદા પહેલા કોંગ્રેસે બોલાવી CWC બેઠક, નેતાઓને આ મામલે ચુપ રહેવાની મળી સુચના

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનાં ચુકાદાને ધ્યાનમાં રાખીને શનિવારે સવારે કોંગ્રેસનાં ટોચનાં નેતાઓ બેઠક કરશે અને તેમની ભાવિ વ્યૂહરચના અંગે ચર્ચા કરશે. કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે જણાવ્યું હતું કે કોંગ્રેસ કારોબારી સમિતિ (CWC) ની બેઠક આજે (9 નવેમ્બર) સવારે યોજાશે. આપને જણાવી દઇએ કે, આ બેઠક રવિવારે યોજાવાની હતી. વેણુગોપાલે ટ્વિટ કર્યું હતું કે, સીડબ્લ્યુસીની બેઠક ફરીથી સુનિશ્ચિત કરવામાં આવી છે અને હવે તે 9 નવેમ્બરનાં રોજ સવારે નવ વાગ્યે 10 જનપથ ખાતે હશે. બેઠકમાં સીડબ્લ્યુસીનાં સભ્યો, સ્થાયી આમંત્રિત સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યો ઉપસ્થિત રહેશે.”

સુત્રોનાં જણાવ્યા અનુસાર, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં એસપીજીની સુરક્ષા પાછી ખેંચવા અને કેટલાક અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી પણ દિલ્હી પરત ફર્યા છે. તેઓ પણ તેમાં જોડાશે. કોંગ્રેસનાં જાણકાર સુત્રોનાં જણાવ્યા મુજબ આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વ્યૂહરચનાને લઇને ચર્ચા થઈ શકે છે. એક વિષય આ મહિનાથી શરૂ થતા સંસદનાં શિયાળુ સત્ર છે. આ સત્ર માટે પાર્ટીએ પોતાની વ્યૂહરચના ઘડવાની છે.

આ એટલે પણ મહત્વનું છે કારણ કે છેલ્લા સત્રમાં કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો વચ્ચે કોઈ સંકલન નહોતું. અનેક વિપક્ષી પાર્ટીઓએ અનેક મુદ્દાઓ પર સરકારને ટેકો આપ્યો હતો. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપક્ષ સાથે સંકલન સુધારવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવશે. અયોધ્યા અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એક મહત્વપૂર્ણ બાબત છે. સુત્રોનાં જણાવ્યા મુજબ કોંગ્રેસનાં નેતાઓ ઇચ્છે છે કે આ અંગે પાર્ટીનો અભિપ્રાય અગાઉથી સ્પષ્ટ હોવો જોઈએ જેથી ચુકાદા પછી કોઈ મૂંઝવણ ન થાય.

આપને જણાવી દઇએ કે, અયોધ્યા કેસ અંગે કોંગ્રેસે તેના તમામ પ્રવક્તાઓને આ મામલે ચૂપ રહેવાની સુચના આપી છે. કોંગ્રેસે તેના તમામ નેતાઓને કહ્યું હતું કે અયોધ્યા મામલામાં કોઈ નિવેદન આપવામાં ન આવે. આ મામલે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ તેનો વલણ નક્કી કરશે. અયોધ્યા મામલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં પાર્ટી લાઇન નક્કી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.