Not Set/ Video : રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કરી કવાયત તેજ, બે ઉમેદવારોનાં નામ કરી શકે છે જાહેર

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર આજે કોંગ્રેસે આ મુદ્દે બેઠકનું આયોજન કર્યુ છે, જેમા કયા બે ઉમેદવારોનાં નામ સામે લાવવા તેના વિશે ચર્ચા થશે. આજે ગાંધીનગરનાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળવા જઇ રહી છે. જેમા ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહેવાના હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. […]

Top Stories
amit chavda congress Video : રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કરી કવાયત તેજ, બે ઉમેદવારોનાં નામ કરી શકે છે જાહેર

રાજ્યસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકીય બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે. મળી રહેલી માહિતી અનુસાર આજે કોંગ્રેસે આ મુદ્દે બેઠકનું આયોજન કર્યુ છે, જેમા કયા બે ઉમેદવારોનાં નામ સામે લાવવા તેના વિશે ચર્ચા થશે. આજે ગાંધીનગરનાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક મળવા જઇ રહી છે. જેમા ઉચ્ચ નેતાઓ ઉપસ્થિત રહેવાના હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીને ધ્યાને લેતા કોંગ્રેસે ગતિવિધિઓ તેજ કરી દીધી છે, પરંતુ સાથે તેની મુશ્કેલીઓ પણ વધી રહી છે. એક તરફ અહેમદ પટેલની ઉલટ તપાસ થઇ રહી છે અને બીજી તરફ આવતી કાલે એટલે કે મંગળવારનાં રોજ સુપ્રિમ કોર્ટનો મહત્વનો નિર્ણય આવવાનો છે. કોંગ્રેસ કયા બે ઉમેદવારોનું નામ જાહેર કરશે તે સાંજ સુધીમાં સામે આવે તેવુ સુત્રો જણાવી રહ્યા છે.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.