Not Set/ કોંગ્રેસની ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કરી માંગણી

કોંગ્રેસ પાર્ટી તરફથી રાધનપુરનાં ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધમાં રાગ આલોપતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોંગ્રેસથી છેડો ફાડી ચૂકેલા બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ હવે ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગણી કરી […]

Top Stories
Alpesh Thakor કોંગ્રેસની ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન, અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા કરી માંગણી

કોંગ્રેસ પાર્ટી તરફથી રાધનપુરનાં ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધમાં રાગ આલોપતા જોવા મળ્યા છે. ત્યારે હવે કોંગ્રેસથી છેડો ફાડી ચૂકેલા બાગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ હવે ગુજરાત હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ્દ કરવા માંગણી કરી છે.

રાધનપુરથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ રાગ આલોપ્યા બાદ પાર્ટીએ તેમની વિરુદ્ધ એક્શન લેવાનું શરૂ કરી દીધુ છે. આપને જણાવી દઇએ કે, અલ્પેશનું ધારાસભ્ય પદ ગેરલાયક ઠેરવવા કોંગ્રેસે કરેલી અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તેમજ અરજી પર કાર્યવાહી કરવા માટે રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને અર્જન્ટ નોટિસ ઈસ્યુ કરી હતી. આવતી 27મી જૂને આ મામલે સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે 10 એપ્રિલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું પરંતુ ધારાસભ્ય પદ ચાલુ રાખ્યું હતું.

અલ્પેશનું ધારાસભ્યપદ રદ્દ કરવા કોંગ્રેસે વિધાનસભાનાં સ્પીકરને જાણ કરી પરંતું લાંબા સમય સુધી તેમના તરફથી આ અંગે કોઇ કાર્યવાહી ના થતાં કોંગ્રેસે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. કોંગ્રેસે અલ્પેશને બિહારનું પ્રભારીપદ આપવા ઉપરાંત ચૂંટણીલક્ષી દરેક સમિતિમાં સ્થાન આપ્યું હતું. જો કે એ પછી પણ અલ્પેશે કોંગ્રેસનું નાક દબાવવાનું ચાલુ રાખતા તેમની અને પક્ષ વચ્ચે તિરાડ ઉંડી થઇ હતી. કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ અલ્પેશ ઠાકોરની ભાજપનાં નેતાઓ સાથે મુલાકાતો વધી હતી. થોડા દિવસો પહેલા અલ્પેશ ઠાકોરનાં ઘરે પૂજા પાઠમાં પણ ભાજપનાં નેતાઓ પહેચી જવાથી તેમની ભાજપમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.