Not Set/ જે ગાંધી પરિવાર 50 વર્ષોમાં ન કરી શકી તે મોદી સરકારે 5 વર્ષમાં કરી બતાવ્યું: સ્મૃતિ ઈરાની

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કાર્ય છે. સ્મૃતિએ કહ્યું હતું કે જે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલનું પરિવાર 50 વર્ષોમાં ન કરી શક્યું તે મોદી સરકારે 4 વર્ષમાં કરી બતાવ્યું છે. સ્મૃતિએ કહ્યું હતું કે “આ ક્ષેત્રના વિકાસ કાર્યોમાં જે કોઈએ પણ મદદ કરી છે, હું એવા બધા લોકોને ધન્યવાદ પાઠવું છું. રાહુલજીએ […]

India
dc Cover vk99ovm0ohadg4a2j1sqq40b45 20161119173434.Medi જે ગાંધી પરિવાર 50 વર્ષોમાં ન કરી શકી તે મોદી સરકારે 5 વર્ષમાં કરી બતાવ્યું: સ્મૃતિ ઈરાની

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં ગાંધી પરિવાર પર આકરા પ્રહારો કાર્ય છે. સ્મૃતિએ કહ્યું હતું કે જે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલનું પરિવાર 50 વર્ષોમાં ન કરી શક્યું તે મોદી સરકારે 4 વર્ષમાં કરી બતાવ્યું છે.

સ્મૃતિએ કહ્યું હતું કે “આ ક્ષેત્રના વિકાસ કાર્યોમાં જે કોઈએ પણ મદદ કરી છે, હું એવા બધા લોકોને ધન્યવાદ પાઠવું છું. રાહુલજીએ અહીં આવવું જોઈએ અને જોવું જોઈએ કે 4 વર્ષમાં અહી કેટલું કામ સંભવ થયું છે, જે તેમના પરિવારે 50 વર્ષમાં નથી કરી શક્યા.”

કેન્દ્રીય સુચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની શુક્રવારે અમેઠીનાં બે દિવસીય પ્રવાસ પર પહોંચ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધી પણ ટૂંક સમયમાં જ અહીં પ્રવાસ પર આવવાના છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે

 

“મેં દેશવાસીઓને 2014 માં જ કહ્યું હતું કે મારા કારણે રાહુલ ગાંધી અહીં વધારે નજર આવશે. મને આ વાતની પ્રસન્નતા છે કે મેં જે કહ્યું હતું તે મેં કરીને બતાવ્યું છે. મને જણાવવામાં આવ્યું છે કે તેઓ સમીક્ષા બેઠકમાં શામેલ થશે. ત્યારે તેમને ખબર પડશે કે લોકસભા ચૂટણીમાં હાર્યા છતાં પણ બીજેપી કાર્યકર્તાઓએ અહિયાં કેટલું કાર્ય કર્યું છે.”

પાછલી લોકસભા ચુંટણીમાં રાહુલે સ્મૃતિને હરાવ્યા હતા. જેમ કે હાર છતાં પણ સ્મૃતિ વારંવાર અમેઠીની મુલાકાતે આવતા રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,

“ચાર વર્ષમાં વિકાસના 80 થી પણ વધારે કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં 55 કરોડની લાગતથી સ્વચ્છતા મિશન અને 180 ગામોને શૌચ મુક્ત કરવામાં આવ્યા છે. આ પરથી ખબર પડે છે કે આ ક્ષેત્ર વિકાસથી કેટલું વંચિત રાખવામાં આવ્યું હતું.”

સ્મૃતીએ જણાવ્યું હતું કે આ નરેન્દ્ર મોદીજીની પ્રબદ્ધતા છે કે બીજેપી વિપક્ષ પાર્ટીએ ચુંટણી જીત્યા છતાં પણ બીજેપી કેન્દ્ર સરકારે અહીં કામ-કાજ શરુ રાખ્યા છે.

મંત્રીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની જયંતી પર તેમને વંદન કર્યા હતા. મહિલા સુરક્ષાથી જોડાયેલા સવાલો પર કહ્યું હતું કે તેમણે વ્યક્તિગત રૂપે અમેઠી પોલીસ અધ્યક્ષ સાથે વાત કરી છે કે જીલ્લાના બધા થાણાઓમાં મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે.

તેમણે કહ્યું હતું કે, “પ્રશ્ન એ છે કે આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસના ટોચના નેતૃત્વનો ગઢ રહ્યો છે પરંતુ પોલીસ સ્ટેશનોમાં આવા પ્રકારની સુવિધાઓ આપવામાં આવી નથી. આ લોકો કોણ છે જે દેશભરમાં પ્રવાસ કરે છે અને બંધારણની વાત કરે છે? પછાત લોકો ખેડૂતો અને વિજ્ઞાન વિશે વાત કરે છે પરંતુ આ વિસ્તારોમાં નરેન્દ્ર મોદી સરકારે જ કામ કર્યું છે.