By Election/ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કર્યો MLA ખરીદ ફરોતનો વીડિયો – ચાવડાએ કર્યા આવા એક્ષેપો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા વિધાનસભાની આઠ બેઠકની પેટા-ચૂંટણીનાં પ્રચારના છેલ્લે દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ ભાજપ પર વેધક આક્ષેપો કર્યાની સાથે સાથે આ આક્ષેપો મામલે અમુક પુરાવા પણ આપવામાં આવ્યા હતા.  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે, […]

Gujarat Gujarat Assembly Election 2022 Others Politics
34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 6 કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી જાહેર કર્યો MLA ખરીદ ફરોતનો વીડિયો - ચાવડાએ કર્યા આવા એક્ષેપો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગુજરાતમાં ચાલી રહેલા વિધાનસભાની આઠ બેઠકની પેટા-ચૂંટણીનાં પ્રચારના છેલ્લે દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સનાં માધ્યમથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ચાવડાએ ભાજપ પર વેધક આક્ષેપો કર્યાની સાથે સાથે આ આક્ષેપો મામલે અમુક પુરાવા પણ આપવામાં આવ્યા હતા. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું કે, ગુજરાતમાં જનપ્રતિનિધિઓનાં સોદા કરવામાં આવે છે. ભાજપનાં નેતાઓ દ્વારા પ્રજાના મતને ખરીદવામાં આવે છે. ભાજપનાં પાપે જ ગુજરાતમાં પેટા ચૂંટણી આવી છે.  ભાજપ ધારાસભ્યોને ખરીદે છે અને પક્ષાંતર કરાવતા બેઠકો ખાલી પડે છે.

કરોડો રૂપિયાનાં સોદા કરી ધારાસભ્યો ખરીદાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, CM રુપાણી અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ પર અમિત ચાવડા દ્વારા સીધા આક્ષેપો કરાતા કહેવામાં આવ્યું કે, જુઓ ભાજપ દ્વારા ધારાસભ્ય કેવી રીતે ખરીદાય છે? અને રાજીનામા કેવી રીતે અપાય છે?….

સાથે સાથે કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે. સોમાભાઇ પટેલ સાથેની વાતચીતનો વાયરલ વીડિયો જાહેર કર્યો છે. જો કે, વાયરલ વીડિયોનું મંતવ્ય ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. પરંતુ આ વીડિયો તળે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, ધારાસભ્ય કેવી રીતે ખરીદાય છે?..રાજીનામા કેવી રીતે અપાય છે?…

ખરીદી અને રાજીનામાં અંગેની વાતચીત કરતો વીડિયો વાયરલ થયો. સોમા પટેલનો વીડિયો જાહેર કરી કોંગ્રેસે પ્રહાર કર્યો છે. ધારાસભ્યો સાથે સોદાબાજી કરી ટિકિટ અપાય છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે જ ધારાસભ્યો કેમ પક્ષપલટો કરે છે ? તે જનતા પણ આ માધ્યમથી સમજે.

કોંગ્રેસ દ્વારા સ્ટીંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરી પક્ષપલટુ પર સૌથી મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા વાઇરલ થયેલા આ વીડિયોમાં સમગ્ર મામલે ન્યાયિક તપાસ થવી જોઇએ તેવી માંગ પણ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના રૂપિયાથી ધારાસભ્યોની ખરીદી થાય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા હાલ તેવો પ્રશ્ન પણ પુછવામાં આવી રહ્યો છે કે, ભાજપ આટલા રૂપિયા ક્યાથી લાવે છે ? 2017માં પણ ધારાસભ્યોની ખરીદી કરવામાં આવી હતી, તેની પણ ન્યાયીક તપાસ થવી જોઇએ.