Not Set/ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા,23મીએ જાહેરસભામાં કરશે જાહેરાત

  અમદાવાદ ગુજરાતની ભાજપ  સરકાર સામે મેદાનમાં પડેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ,ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીને ફરી એકવાર કોંગ્રેસે આવકાર્યા છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શનિવારે  પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની વિજય યાત્રામાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું સ્વાગત છે.અમે હાર્દિક પટેલને અપીલ કરી છે કે તેઓ […]

Top Stories
alpesh thakor 3 અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા,23મીએ જાહેરસભામાં કરશે જાહેરાત

 

અમદાવાદ

ગુજરાતની ભાજપ  સરકાર સામે મેદાનમાં પડેલા પાટીદાર નેતા હાર્દિક પટેલ,ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર અને દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીને ફરી એકવાર કોંગ્રેસે આવકાર્યા છે.કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શનિવારે  પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની વિજય યાત્રામાં હાર્દિક પટેલ,અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું સ્વાગત છે.અમે હાર્દિક પટેલને અપીલ કરી છે કે તેઓ કોંગ્રેસને સમર્થન આપે.

કોંગ્રેસના આ આમંત્રણ પછી ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોર શનિવારે સાંજે કોંગ્રેસ જોડાવવાની જાહેરાત કરી હતી.અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત સમયે કોંગ્રેસના સીનીયર નેતાઓ અહેમદ પટેલ,અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતા.

રાહુલ ગાંધી સાથે મુલાકાત પછી અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ જોડાવવાની જાહેરાત કરી હતી.ઠાકોર સમાજની 23મી તારીખે જાહેરસભા યોજશે જેમાં કોંગ્રેસમાં જોડાવવાની જાહેરાત કરશે.આ જાહેરસભામાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે.

કોંગ્રેસમાં જોડાવવાની જાહેરત કર્યા પછી અલ્પેશ ઠાકોરે ભાજપ પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે રાજ્યની પ્રજા ભાજપ સરકારથી ત્રસ્ત થઇ ગઇ છે.રાજ્યમાં ખેડુતો આપઘાત કરે છે અને મોંઘવારીના મારથી લોકો કંટાળ્યા છે.

ભરતસિંહ સોલંકીએ ત્રણેય યુવા નેતાઓ જનતા દળ(યુ)ના પુર્વ નેતા છોટુ વસાવાને પણ કોંગ્રેસને સમર્થન આપવા આમંત્રણ આપ્યું હતું.ભરતસિંહ સોલંકી યુવા નેતાઓને કોંગ્રેસ જોડાવવાનું આમંત્રણ આપ્યા છે તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

જો કે આ દરમિયાન પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને પોતે ચુંટણી નહીં લડે તેવી પોસ્ટ મુકી હતી.હાર્દિકે પોસ્ટમાં લખ્યું કે મારે ચુંટણી લડવી નથી અને ચૂંટણી લડવી એ અમારો સ્વાર્થ નથી.અમને અધિકાર જોઇએ છે.અમે અહંકાર સામે લડીએ છીએ.જીત અમારી થશે.

આ દરમિયાન દલિત નેતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે તેમની લડાઇ ભાજપ સાથે ચાલુ રહેશે.તેઓ ભાજપ પક્ષમાં ક્યારેય નહીં જોડાય.