Gujarat/ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી સેકન્ડ ઈનિંગ માટે તૈયાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની બેઠકમાં રહ્યા ઉપસ્થિત

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા તેમજ ત્યારબાદ નાદુરસ્ત તબિયતના

Top Stories Gujarat
congress

ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે. પ્રમુખ પદ છોડ્યા બાદ લાંબા સમય સુધી સક્રિય રાજકારણથી દૂર રહ્યા હતા તેમજ ત્યારબાદ નાદુરસ્ત તબિયતના કારણે ભરતસિંહ રાજકારણમાં નિષ્ક્રિય હતા. આજરોજ મળેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ફરીથી તેઓ સક્રિય થયા હોય સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને હવે તેમને કોંગ્રેસ પક્ષમાં મહત્વનું પદ મળી શકે છે.

Bhavnagar / નવા કૃષિ કાયદા ખેડૂતોને પ્રગતિના પંથે અગ્રેસર બનાવવા માટે લે…

આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ કો-ઓર્ડિનેશન સમિતિની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસમાં સંવાદના અભાવની ફરિયાદ ઉઠી છે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા અને સિદ્વાર્થ પટેલ સહિત રાજ્યસભાના સાંસદો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. સિનિયર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવશે.

Vadodara / સરકારી હોસ્પિટલોમાં અંધેર રાજ.!! કલાકો સુધી વેન્ટિલેટર ન મળત…

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી ફરીવાર સક્રિય થયા છે ત્યારેગુજરાત કોંગ્રેસના સુપ્રીમો બનવાની શક્યતા પ્રબળ થઇ રહી છે. કોરોના સંક્રમિત થયા બાદ તેઓએ 101 દિવસની સારવાર લીધી હતી. ત્યારે હવે ફરીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ રાજકીય મેદાનમાં ઝંપલાવ્યું છે. અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. ગુજરાત કોંગ્રેસમાં અહમદ પટેલ અને ભરતસિંહ સોલંકી જૂથ હાવી રહે છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની તમામ બેઠકોમાં ભરતસિંહ હાજર રહે છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસના સુપ્રીમો બનવા હલચલ તેજ બની છે. 2015 સ્થાનિક સ્વરાજ્ય-2017 વિધાનસભા ભરતસિંહની અધ્યક્ષતામાં કોંગ્રેસ લડ્યું હતું. 2014-2019 લોકસભા ચૂંટણીમાં ભરતસિંહની હાર થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…