Not Set/ અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણુકમાં ભારતીય મૂળના રાજ શાહની મહત્વની ભૂમિકા

વ્હાઈટ હાઉસે સોમવારે ઘોષણા કરી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિયુક્તિની વિવાદિત પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે ભારતીય મૂળના અધિકારી રાજ શાહની નિમણુક કરી છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું કે શાહને સેનેટની મંજુરી પ્રક્રિયાના માધ્યમથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટ્રમ્પના ઉપપ્રધાન સચિવની ભૂમિકામાંથી નિવૃત […]

Top Stories World
skynews donald trump trump 4350736 અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણુકમાં ભારતીય મૂળના રાજ શાહની મહત્વની ભૂમિકા

વ્હાઈટ હાઉસે સોમવારે ઘોષણા કરી હતી કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિયુક્તિની વિવાદિત પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે ભારતીય મૂળના અધિકારી રાજ શાહની નિમણુક કરી છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું કે શાહને સેનેટની મંજુરી પ્રક્રિયાના માધ્યમથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટ્રમ્પના ઉપપ્રધાન સચિવની ભૂમિકામાંથી નિવૃત કરવામાં આવશે.

સેન્ડર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે રાજ શાહ કેપિટલ હિલ સહયોગીઓ સાથે સંચાર, રણનીતિ, અને સંદેશ સમન્વયની દેખરેખ કરશે.

ન્યાયમૂર્તિ એન્થની કેનેડી, જેમણે ગયા અઠવાડીયે પોતાનું રાજીનામું આપ્યું હતું. ટ્રમ્પ માટે એમના ઉત્તરાધિકારી મેળવવા એક મહત્વપૂર્ણ કામ છે.

પોતાના અભિયાન દરમિયાન ટ્રમ્પ દ્વારા ઘોષણા કરાયેલા 25 સંભવિત ઉમેદવારોની યાદીમાના એક ન્યાયાધીશ અમુલ થાપર, જે હવે કેન્ટકીમાં ફેડરલ ન્યાયાધીશ છે. તેઓ રીપબ્લીકન સેનેટમાં બહુમતી ધરાવતા નેતા મીચ મેકકોનેલનો ટેકો ધરાવે છે.

મેકકોનેલે શનિવારે જણાવ્યું કે મને લાગે છે કે તેઓ એકદમ તેજસ્વી છે. અને સ્વભાવથી જમણેરી છે. તેમણે ઉમેર્યું હતું કે મને ખબર નથી ટ્રમ્પ કોની પસંદગી કરશે. ડોનાલ્ડ ટ્રમ્પએ જણાવ્યું હતું કે તેઓ તેમની પસંદગી સોમવારે જાહેર કરશે.

Raj Shah youtube અમેરિકી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશની નિમણુકમાં ભારતીય મૂળના રાજ શાહની મહત્વની ભૂમિકા

ટ્રમ્પએ એમના કાર્યકાળના પ્રથમ વર્ષ દરમિયાન જ, એમના નામાંકિત વ્યક્તિઓમાંના એક નીલ ગોર્સચને સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કર્યા હતા.

કેનેડીના અનુગામીની નિમણુક અંગેનો મુદ્દો વિવાદસ્પદ છે. જેને 1973માં સર્વોચ્ચ અદાલતના એક ચુકાદામાં કાયદેસર કરવામાં આવ્યો હતો.  અને આ મુદ્દો અદાલત સમક્ષ ફરી આવી શકે છે.

100 સભ્યોની સેનેટમાં રીપબ્લીકન પાસે બે મતની લીડ છે. સેનેટર સુઝાન કોલીન્સે કહ્યું કે આ વિવાદાસ્પદ નિર્ણયને કાયદેસર રાખવો એ ટ્રમ્પના નોમીનીને ટેકો આપવા માટે જરૂરી છે. અને તેમણે 1973ના ચુકાદાને ઉથલાવી દેવાનો વિરોધ કર્યો હતો.

49 ડેમોક્રેટ અને બે અપક્ષ ઉમેદવાર ટ્રમ્પના કોઈ પણ નોમીનીનો વિરોધ કરશે એવું માનવામાં આવી રહ્યું છે. શાહે કોંગ્રેસમાં બહુમતી મેળવવા માટે રીપબ્લીકન સાથે મળીને કામ કરવું પડશે.

જોકે, અન્ય પરિબળો જેવા કે ઈમિગ્રેશન, રાષ્ટ્રપતિની સત્તાઓ અને ટ્રમ્પની 2016ની ચુંટણીને લઈને સંભવિત મુકદ્દમો અને કથિત રશિયાનો હસ્તક્ષેપ વગેરેનો સમાવેશ થાય છે.

અદાલતે તાજેતરમાં 5-4થી ટ્રમ્પ તરફી ચુકાદો આપ્યો હતો જેમાં ટ્રમ્પ પ્રશાસને આઠ દેશના લોકોને અમેરિકામાં પ્રતિબંધ લગાવ્યો હતો. વિરોધીઓએ આને મુસ્લિમો પરના ધાર્મિક પ્રતિબંધ તરીકે ગણાવ્યો હતો.