Not Set/ ભારતની સિનીયર ટીમ પહેલા જ જુનિયર ટીમે બતાવ્યો પરચો, ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટે હરાવી શ્રેણી પર કર્યો કબ્જો

લંડન, ભારતીય ક્રિકેટની સિનીયર ટીમ મંગળવારથી પોતાના ઈંગ્લેંડના પ્રવાસની શરુઆત કરવા જઈ રહી છે, ત્યારે આ પહેલા ભારતીય જુનિયર ટીમે ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવી દીધી છે. ત્રિકોણીય જંગની ફાઈનલમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી ભારત-એની ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટથી હરાવી શ્રેણી જીતી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં […]

Trending Sports
india a win ભારતની સિનીયર ટીમ પહેલા જ જુનિયર ટીમે બતાવ્યો પરચો, ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટે હરાવી શ્રેણી પર કર્યો કબ્જો

લંડન,

ભારતીય ક્રિકેટની સિનીયર ટીમ મંગળવારથી પોતાના ઈંગ્લેંડના પ્રવાસની શરુઆત કરવા જઈ રહી છે, ત્યારે આ પહેલા ભારતીય જુનિયર ટીમે ઈંગ્લેન્ડમાં ધમાલ મચાવી દીધી છે. ત્રિકોણીય જંગની ફાઈનલમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપવાળી ભારત-એની ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને ૫ વિકેટથી હરાવી શ્રેણી જીતી લીધી છે.

ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા ૯ વિકેટે ૨૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારત-એની ટીમે ૪૮.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવી ૨૬૭ રન બનાવી જીત મેળવી લીધી.

ઈંગ્લેન્ડ લાયન્સની ટીમે આપેલા ૨૬૨ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત-એ ટીમની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર પૃથ્વી શો માત્ર ૧૫ રન બનાવી ફિશરની બોલિંગમાં આઉટ થયો હતો. જો કે ત્યારબાદ શાનદાર ફોર્મમાં રહેલા મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પણ કંઈ ખાસ કરી શક્યા નહીં અને આ ભાગીદારીને ડાવસને તોડી હતી.

ડાવસને શુભમન ગિલને ૨૦ રનના સ્કોરે આઉટ કર્યો. જ્યારે ત્યારબાદ મયંક પણ આઉટ થઈ ગયો. તેણે ૪૧ બોલમાં ૭ ચોગ્ગાની મદદથી ૪૦ રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ૪૪ રનની શાનદાર ઈનિંગ રમી. તેમજ હનુમાન વિહારી (૩૭), ઋષભ પંત (૬૪ અણનમ) અને કૃણાલ પંડ્યા (૩૪ અણનમ)એ જોરદાર બેટિંગ કરતા ભારત-એને જીત અપાવી હતી.

ઈંગ્લેન્ડ ટીમ માટે ડાવસને સૌથી વધુ ૨ વિકેટ ઝડપી, જ્યારે ફિશર અને મુલ્લાએ ૧-૧ વિકેટ ઝડપી. આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ ઈંગ્લેન્ડ લાયંસ તરફથી સૈમ હૈને ૧૦૮ રનની શાનદાર ઈનિંગ રમી હતી. જ્યારે લિઆમ લિવિંગસ્ટોને ૮૩ રનની ઈનિંગ રમી હતી. જાકે ત્યારબાદ કોઈ બેટ્‌સમેન વધુ સમય સુધી ક્રિસ પર ટકી શક્યા નહીં અને ટીમ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૬૪ રન બનાવી શકી હતી.