Not Set/ મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી

કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પરિણામોમાં ૭૧ ટકામાંથી વધુ મત સાથે ૧૩૪ બેઠકો મેળવી તમામ પક્ષોની હવા કાઢી નાખી !!

India Trending
ભવાનીપુર વિધાનસભા મમતા દીદીએ

પશ્ચિમ બંગાળમાં ૨૦૧૯ની ચૂંટણીમાં નોંધપાત્ર દેખાવ કરનાર કેન્દ્રનો સત્તાધારી પક્ષ ભાજપ મમતા બેનરજીને ત્રીજીવાર સત્તા પર આવતા રોકી શક્યો નહોતો જનાધાર પણ ઘટ્યો હતો જ્યારે દેશનો સૌથી જૂનો પક્ષ ગણાતો કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં પોતાનું ખાતુ પણ ખોલી શકી નહોતી. વર્ષો સુધી ત્યાં રાજ કરનાર ડાબેરી મોરચો પણ લગભગ ખાડે ગયા જેવી સ્થિતિમાં મૂકાઈ ગયો હતો. ત્યારબાદ બે તબક્કે જે સાત બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ તે તેમાં પણ બવ્ય વિજય સાથે મમતા દીદીએ પોતાની તાકાત બતાવી દીધી હતી. આજ તેની લોકપ્રિયતાનો પૂરાવો છે તેમ કહી શકાય ત્યારબાદ મમતા દીદીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનું કદ વધારવા પ્રયાસ કર્યો છે. પરંતુ તેમાં તેને કેવી અને કેટલે અંશે ફાવટ મળે છે તે જાેવાનું રહે છે. જાે કે અત્યારે તે પોતાના પક્ષને મજબૂત બનાવવા માટે કોંગ્રેસને તોડવાનું કામ વધુ પ્રમાણમાં કર્યું છે પશ્ચિમ બંગાળમાં ભલે મમતા દીદીના જૂના સાથીદારો ભાજપ છોડીને ટીએમસીમાં પરત ફરતા હોય પણ હાલના તબક્કે તેઓ રાષ્ટ્રીય નેતા બનવાની ખ્વાહીશ સફળ થાય તેવી શક્યતા ઘણી ઓછી છે તેમ કહી શકાય.

jio next 5 મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી
ભાજપે હમણાં સ્થાનિક ચૂંટણીઓને પણ વધુ ગંભીરતાથી લેવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં જે રીતે સ્થાનિક ચૂંટણીમાં ભાજપે બધી તાકાત કામે લગાવી કોંગ્રેસને સાવ નામશેષ કરી નાખી હતી. અને એક અર્થમાં કહો તો ૨૦૨૨ની ચૂંટણી પહેલાની નિશાનવાળી સેમિફાઈનલ જીતી લીધી છે તો ગ્રામપંચાયતના નિશાન વગર લડાયેલી ચૂંટણીમાં પણ ભાજપના મોટા ભાગના કાર્યકરો જીત્યા છે તેઓ દાવો તે પક્ષ સહજતાથી કરી શકે તેમ છે.

મમમતા મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી
આ પહેલા હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ ભાજપે એડીચોટીનું જાેર લગાવ્યું હતું. આ ચૂંટણીમાં ભલે ભાજપને સત્તા ન મળી પણ ત્યાંના સત્તાધારી પક્ષને સત્તા જાળવવા કે ટકાવી રાખવા માટે ઓવૈસી પર આધાર રાખવો પડે તેટલું તો મજબૂર કરી જ દીધું હતું તે હકિકત છે. ભાજપ ભલે હૈદરાબાદમાં ઓવૈસીની તાકાત તોડવામાં સફળ ન થયું પરંતુ તેણે ટીઆરએસની તાકાત તોડી છે અને કોંગ્રેસને બહુ ફાવવા દીધી નથી. આ પણ એક હકિકત છે.

મમતા
ભાજપના નેતાઓ હંમેશા કહેતા હોય છે કે અમે નાનામાં નાની ચૂંટણીને મહત્વ આપીએ છીએ તેટલા માટે જ વિવિધ રાજ્યોમાં અમારા (ભાજપ) તો પાયો મજબૂત બની રહ્યો છે તે પણ હકિકત છે જેની કોઈ ના પાડી શકે તેમ નથી. હવે તાજેતરમાં કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાઈ. ૨૦૧૫થી ટીએમસીનું શાસન છે. આ પહેલા વર્ષોથી ડાબેરીઓનું શાસન હતું. આ વખતે ભાજપ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતર્યું હતું. અનેક મુદ્દા પણ ચગાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં જાેડાણ કે સમજૂતી કરી ચૂંટણી લડનારા ડાબેરીઓ આ વખતે અલગ ચૂંટણી લડ્યા હતા.

BJP 1 મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી
ભાજપે ભલે આ ચૂંટણીમાં રાષ્ટ્રીય નેતાઓને અળગા રાખ્યા હોય પરંતુ ચૂંટણી જંગના મેદાનમાં આવા નેતાઓ હતા તો ખરા જ પણ ઉપરથી માર્ગ દર્શન આપતા હતા. ભાજપને સત્તા મળે તેવી તો કોઈ અપેક્ષા નહોતી જ પરંતુ ટીએમસીની હાલ જે બેઠકો હતી તેમાં ઘટાડો કરવાની અપેક્ષા તો અવશ્ય હતી જ.

tmc મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી
રવિવારે મતદાન થયું અને સોમવારે પરિણામ જાહેર થયું અને કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટીએમસીએ પોતાની સત્તા જાળવી રાખી અને સત્તા તેમજ દબદબો બન્ને વધાર્યો આ એક સારી વાત અને સારી નિશાની હતી. કોલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૪૫ બેઠકો પૈકી ૧૩૪ બેઠકો પર ટીએમસીનો વિજય થયો માત્ર દસ બેઠકો જ અન્ય પક્ષોના ફાળે રહેવા દીધી. પહેલા ૯૦ પ્લસ બેઠકો સાથે સત્તા મેળવવાનો અને મતદાન બાદ ૬૦ બેઠકો સાથે મુખ્ય વિરોધપક્ષ બનવાનો તેમનો દાવો પણ જરાય સફળ થયો નહિ ભાજપને માત્ર ત્રણ બેઠકો જ મળી જ્યારે અલગ રીતે ચૂંટણી લડનાર કોંગ્રેસ અને સીપીએમ એટલે કે ડાબેરી મોરચાને માત્ર બે – બે બેઠકો મળી. ત્યાં તેની તાકાત ઘટી પરંતુ ખાતુ તો ખૂલ્યું એટલો આત્મ સંતોષ લઈ શકે તેવી સ્થિતિનું તો સર્જન થયું જ છે વાત નોંધ્યા વગર ચાલે તેમ નથી. હવે મતોની વાત કરીએ તો ટીએમસીને ૭૧.૯૫ ટકા મત મળ્યા છે. જ્યારે ભાજપને ૮.૯૪ ટકા અને કોંગ્રેસને ૪.૪૭ ટકા જ્યારે ડાબેરીને ૧૧ ટકા મત મળ્યા છે.
ટીએમસીના મત ૧૦ થી ૧૨ ટકા વધ્યા છે તો બાકીના પક્ષોના મતો નોંધપાત્ર પ્રમાણમાં ઘટ્યા છે. ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી કરતાં ટીએમસીના મતો વધ્યા છે એટલે સ્વાભાવિક રીતે બાકીના પક્ષોના મતો ઘટ્યા હોય તે સ્વાભાવિક છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મજુમદાર પોતાની સંગઠનની તાકાત બતાવી શક્યા નથી. કોલકત્તામાં કોંગ્રેસને તો હવે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ડાબેરીઓના મત પાંચ ઘટ્યા પરંતુ પોતાની જરૂરી ૧૦ ટકા મતનો રેસિયો જાળવી રાખ્યો એવો સંતોષ તેઓ સરળતાથી લઈ શકે તેમ છે.

corona ૧૧૧૧ 1 મમતા માટે દિલ્હી દૂર પણ પશ્ચિમ બંગાળમાં તો સર્વોપરી
આ સંજાેગો વચ્ચે હવે ટી.એમ.સી અને મમતા દીદીનું કદ ભલે રાષ્ટ્રીય કક્ષાએ ભલે ન વધે રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું વર્ચસ્વ જમાવતા થોડી વાર લાગે પરંતુ પશ્ચિમ બંગાળમાં તો મમતા જ સર્વોપરી છે તે વાત પૂરવાર થઈ ગઈ છે.

ખેડૂત આંદોલન મામલો / પોલીસ સ્ટેશન પહોંચી કંગના રનૌત, શીખ વિરોધી પોસ્ટ કેસમાં નોંધાશે નિવેદન

મુંબઈ / શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી, 1ની ધરપકડ

પંજાબ / લુધિયાણા કોર્ટ પરિસરમાં જોરદાર વિસ્ફોટ, બેનાં મોત