બ્લાસ્ટ/ પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થતાં બે લોકોના મોત,તપાસના આદેશ

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આ બોમ્બ વિસ્ફોટની તપાસના આદેશ આપવામાં આવ્યા છે

Top Stories India
2 39 પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થતાં બે લોકોના મોત,તપાસના આદેશ

પશ્ચિમ બંગાળના માલદામાં બોમ્બ બ્લાસ્ટ થયો છે, જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. આ બોમ્બ વિસ્ફોટની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગોપાલપુરના માણિક ચોકમાં બ્લાસ્ટ થયો હતો. અત્યાર સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રવિવારે વહેલી સવારે થયેલા દેશી બનાવટના બોમ્બ વિસ્ફોટમાં બે લોકો માર્યા ગયા અને અન્ય ઘાયલ થયા.મૃતકોની ઓળખ ફરઝાન એસકે (45) અને સફીકુલ ઇસ્લામ (30) તરીકે કરવામાં આવી છે, જેઓ માનિકચક પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જેસરથલા બલુટોલા ખાતે એક ખેતરમાં બોમ્બ બનાવી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, એમ તેઓએ જણાવ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર  સ્થાનિક લોકોએ સવારે 2.30 વાગ્યાની આસપાસ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. અમારા કર્મચારીઓ આ વિસ્તારમાં પહોંચ્યા ત્યાં સુધીમાં જાણવા મળ્યું કે ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોકટરોએ તેમાંથી બેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય વ્યક્તિ માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.