Not Set/ કોંગ્રેસના નેતાનો દાવો, ભારત છોડ્યા પહેલા વિજય માલ્યાને અરુણ જેટલી સાથે મળતા જોયા

દેશના હજારો કરોડ રૂપિયા લઈને ભાગી જનાર વિજય માલ્યાના એક નિવેદનને લીધે ભારતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. બુધવારે લંડનમાં વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારત છોડ્યા પહેલા તે અરુણ જેટલીને મળીને ગયા હતા. આ નિવેદન બાદ વિપક્ષના નેતા અરુણ જેટલી રાજીનામું આપવા માટે મથી રહ્યા છે. આ મામલા પર કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ […]

Top Stories India Politics
jaitley mallya કોંગ્રેસના નેતાનો દાવો, ભારત છોડ્યા પહેલા વિજય માલ્યાને અરુણ જેટલી સાથે મળતા જોયા

દેશના હજારો કરોડ રૂપિયા લઈને ભાગી જનાર વિજય માલ્યાના એક નિવેદનને લીધે ભારતની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. બુધવારે લંડનમાં વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારત છોડ્યા પહેલા તે અરુણ જેટલીને મળીને ગયા હતા. આ નિવેદન બાદ વિપક્ષના નેતા અરુણ જેટલી રાજીનામું આપવા માટે મથી રહ્યા છે.

આ મામલા પર કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ પણ દાવો કર્યો છે કે તેમણે અરુણ જેટલીને વિજય માલ્યા સાથે મળતા જોયા હતા. જો કે બુધવારે માલ્યાએ જેવી આ વાતનો ઉલ્લેખ કર્યો હતો તેના થોડા સમય પછી અરુણ જેટલીએ પોતાના નિવેદનમાં ખુલાસો કરતા કહ્યું કે તેઓ વિજય માલ્યાને મળ્યા હતા પરંતુ આ મુલાકાત અધિકારીક ન હતી.

ત્યારબાદ કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું છે કે અરુણ જેટલી ખોટું બોલી રહ્યા છે. સેન્ટ્રલ હોલમાં જેટલી અને માલ્યા વચ્ચે  લાંબી મીટીંગ ચાલી હતી. આ બેઠક માલ્યા લંડન ગયા તેના ૨ દિવસ પહેલા થઇ હતી.

માલ્યાએ આવું આપ્યું હતું નિવેદન

વિજય માલ્યાએ બુધવારે કહ્યું કે ભારત છોડ્યા પહેલા નાણામંત્રીને મળ્યા હતા. લંડનમાં વેસ્ટમિસ્ટર મજીસ્ટટની કોર્ટમાં હાજર રહ્યા હતા અને નાણામંત્રી સાથેની મુલાકાત વિશે કહ્યું હતું.

અરુણ જેટલીએ કર્યો બચાવ

arun કોંગ્રેસના નેતાનો દાવો, ભારત છોડ્યા પહેલા વિજય માલ્યાને અરુણ જેટલી સાથે મળતા જોયા

jy કોંગ્રેસના નેતાનો દાવો, ભારત છોડ્યા પહેલા વિજય માલ્યાને અરુણ જેટલી સાથે મળતા જોયા

અરુણ જેટલીએ માલ્યાએ મુકેલા આરોપ પર પોતાનો બચાવ કરવા ફેસબુક પર પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે માલ્યાનો દાવો ખોટો છે. મેં વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધી તેને મળવાનો ટાઇમ નથી આપ્યો. તે રાજ્યસભાના સદસ્ય હતા એટલે ક્યારેક તેઓ સદનમાં આવતા હતા. હું જયારે સદનથી  નીકળીને મારા રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તે મારી જોડે થઇ ગયા. માલ્યાએ ત્યારે કરાર મારી સામે મુક્યા હતા પરંતુ મેં કીધું હતું કે મને કહેવાથી કોઈ ફાયદો નથી. આ પ્રસ્તાવ બેંક સામે મુકો.