નિવેદન/ ખોડલધામ નરેશ પટેલને લઈ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનું મોટું નિવેદન, કહ્યું કઈંક ખાસ

હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યુ છે. નરેશ પટેલ ડાયરેક્ટ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે વાત કરે, કુંવરજી બાવળિયા-જયેશ રાદડિયાએ ઘર વાપસી કરવી જોઇએ તેમ પણ જણાવ્યુ હતુ. નરેશભાઇ પહેલાથી જ કોંગ્રેસના વિચારક ધરાવે છે તેમ પણ હાર્દિકે જણાવ્યુ હતુ.

Gujarat Others
હાર્દિક પટેલનું

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતનું(Gujarat) રાજકારણ ગરમ ચાલી રહ્યું છે. ખોડલધામ ચેરમેન અને લેઉવા પટેલ સમાજના આગેવાન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની હલચલ ખુબ તેજ બની ગઈ છે અને થોડા દિવસો અગાઉજ નરેશ પટેલે દિલ્હી કોંગ્રેસ હાઈ-કમાન્ડ તેમજ આમ આદમી પાર્ટીના(AAP) અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ થોડા દિવસ પેહલા પણ ગોંડલ સ્થિત સમાજની મીટીંગ તેઓ પોતાનો નિર્ણય માર્ચ મહિનાના અંત સુધીમાં જાહેર કરશે એવું કહ્યું હતું. ગુજરાતના ઘણા બધા પટેલ સમાજના યુવાનોનું માનવું છે કે, નરેશભાઈએ રાજકારણમાં આગળ આવવું જોઈએ. ત્યારે આવામાં  નરેશ પટેલને લઇને હાર્દિક પટેલનું નિવેદન સામે આવ્યુ છે. નરેશ પટેલ ડાયરેક્ટ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે વાત કરે, કુંવરજી બાવળિયા-જયેશ રાદડિયાએ ઘર વાપસી કરવી જોઇએ તેમ પણ જણાવ્યુ હતુ. નરેશભાઇ પહેલાથી જ કોંગ્રેસના વિચારક ધરાવે છે તેમ પણ હાર્દિકે જણાવ્યુ હતુ.

એક ખાનગી મધ્યમને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે નરેશભાઇ પટેલની ડાયરેક્ટ અમારા કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે વાતચીત ચાલી રહી છે. મેં પણ તેમને પત્ર લખી રાજકારણમાં પ્રવેશ કરી કોંગ્રેસ પક્ષ સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું. હાલ વાતચીત ક્યાં પહોંચી એ ખબર નથી. તેમના આવવાથી પક્ષને ઘણો ફાયદો થશે અને રાજકારણમાં સારા માણસ આવે તો સીધો ફાયદો સમાજને થશે. કુંવરજી બાવળિયા અને જયેશ રાદડિયાએ પણ ઘરવાપસી કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ચેરમેન નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને હજું રહસ્ય જ છે. થોડાક દિવસ પહેલા કોળી સમાજના આગેવાન સાથે થયેલ બેઠકમાં પણ યોગ્ય સમયે જાણ કરવાની અને દરેક સમાજ કહેશે તેવી નરેશ પટેલે વાત કરી હતી. ગુજરાતના કોળી સમાજના માંધાંતા ગ્રુપના પ્રમુખ અને સાથે કોળી સમાજના આગેવાનોએ ખોડલધામની મુલાકાત લીધી હતી. માં ખોડલના દર્શન બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે એક બેઠક કરી હતી અને સામાજિક શૈક્ષણિક સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સતત તમામ સમાજ સાથે મિટિંગ કરી રહ્યાં છે. તે જોતા અને તેમના જણાવ્યા મુજબ રાજકારણ પ્રવેશ માટે તમામ સમાજનું જો આહવાન હશે તે દિવસે તેઓ ચોક્કસથી રાજકારણમાં આવી જશે તેવુ સ્પષ્ટ થઈ રહ્યુ છે. સાથે ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતમાં બે મોટો સમાજ છે. જેમાં કોળી સમાજ અને પટેલ સમાજ બંને સાથે આવે છે, જો ગુજરાતમાં વિકાસ અને કાર્ય કરવું હોય તો આ બંને સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાય તે જરૂરી છે.

આ પણ વાંચો :આવી નજીવી બાબતમાં ચાર યુવકોએ મળીને એક યુવકની કરી દીધી હત્યા

આ પણ વાંચો :કોરોનાથી છૂટકારા તરફ ગુજરાત, ત્રણેય લહેરમાં રાજ્ય પહેલીવાર વેન્ટિલેટર મુક્ત

આ પણ વાંચો : CM ભૂપેન્દ્ર પટેલના 200 દિવસ : ઓછા સમયમાં ઘણી સિદ્ધિઓ

આ પણ વાંચો : ગુજરાત સરકાર શહેરોમાં પશુ નોંધણી બિલ પાછું ખેંચી શકે છે