Not Set/ કલેકટર કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું, રાજકોટમાં આવું બનાવ શરમજનક બાબત

કથિત રાજકોટના કલેકટર કૌભાંડ મુદ્દે  પીધ કોંગ્રેસી નેતા લલિત કથાગરા એ ગંભીર આક્ષેપ કર્યા છે. રાજકોટમાં ઉજવાયેલા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધતા આક્ષેપ કર્યો છે કે કવર આપવા માટે ઉપરથી […]

Gujarat Rajkot
કોટવાલ 1 કલેકટર કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ કહ્યું, રાજકોટમાં આવું બનાવ શરમજનક બાબત

કથિત રાજકોટના કલેકટર કૌભાંડ મુદ્દે  પીધ કોંગ્રેસી નેતા લલિત કથાગરા એ ગંભીર આક્ષેપ કર્યા છે. રાજકોટમાં ઉજવાયેલા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે રાજ્ય સરકાર સામે આંગળી ચીંધતા આક્ષેપ કર્યો છે કે કવર આપવા માટે ઉપરથી આદેશ અપાય છે.

લલિત કગથરાએ કહ્યું કે આ કાદેયસરની પત્રકારોને લાંચ આપવામાં આવી છે. એટલે કલેક્ટર સામે ફોજદારી કાર્યવાહી થવી જોઇએ. લાંચ લે અને લાંચ આપે તે તમામ ગુનેગાર છે. પત્રકારોને લાંચ આપવી તે ફોજદારી ગુનો બને છે. તેઓએ વધુમાં કહ્યું કે રાજકોટમાં આવું બને તે શરમની વાત છે. ઉજવણીના નામે ઉદ્યોગપતિઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. અને ખોટા ખર્ચા કરવામાં આવે છે. ત્યારે સમગ્ર મામલે તપાસ થવી જોઇએ.

રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું હતું કે ભાજપના જ લોકો કૌભાંડ આચરે છે અને તેમને છાવરવામાં પણ આવે છે તો મગફળી કૌભાંડનો પણ ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે કોંગ્રેસે અનેકવાર કૌભાંડો ઉજાગર કર્યા, પરંતુ કાર્યવાહી થતી નથી. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું કોઈ માનતું જ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.