Congress leader/ રાહુલ ગાંધીના હિંદુત્વના નિવેદન પર શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓએ આપ્યું સમર્થન

લોકસભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ હિંદુત્વ પર કરેલા નિવેદન પર ગુજરાતના નેતા શક્તિસંહિ ગોહિલ સહિતના રાજ્યના કોંગ્રેસ નેતાઓએ સમર્થન આપ્યું.

Top Stories Gandhinagar Gujarat
Beginners guide to 2024 07 02T164334.320 રાહુલ ગાંધીના હિંદુત્વના નિવેદન પર શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસ નેતાઓએ આપ્યું સમર્થન

લોકસભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ હિંદુત્વ પર કરેલા નિવેદન પર ગુજરાતના નેતા શક્તિસંહિ ગોહિલ સહિતના રાજ્યના કોંગ્રેસ નેતાઓએ સમર્થન આપ્યું. રાજ્યના તમામ નેતાઓએ પોતાના ટ્વીટર હેન્ડલ અને ફેસબુક પર રાહુલગાંધીને સમર્થન આપતી પોસ્ટ શેર કરી.

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુ વિચારની યોગ્ય વ્યાખ્યા કરી. તેમણે નકલી હિંદુત્વને અરીસો બતાવ્યો છે. હિંદુ વિચારમાં સાહસ, અહિંસા, સત્ય છે. જે BJPમાં બિલકુલ નથી.

અયોધ્યામાં ભાજપને હાર મળવી એ એક સંદેશ છે કે ભગવાન બધાના છે. હિંદુ ધર્મ બધાને સાથે રહેતા શીખવાડે છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ કહ્યું હિંદુ ધર્મ પ્રેમની ભાષા છે. પરંતુ ભાજપ અને આર.એસ.એસ. નફરત ફેલાવે છે.

કોંગ્રેસના મહિલા રેણુકા ચૌધરીએ કહ્યું કે હું ગર્વથી કહીશ હું હિદું છું. હિંદુત્વ ફક્ત ભાજપનું પેટન્ટ નથી.

 

જણાવી દઈએ કે લોકસભામાં પોતાના સંબોધન દરમ્યાન રાહુલ ગાંધીએ નીટ પેપર લીક, અગ્નિવીર અને હિંદત્વ સહિત અનેક મુદ્દાઓ પર વાત કહી. સંબોધન દરમ્યાન હિંદુઓ હિંસક હોય છે અને તેઓ હિંસા ફેલાવે છે. આ સાથે ભાજપ અને આર.એસ.એસ. પર પ્રહાર કરતા કહ્યું કે ફક્ત તેઓ હિંદુત્વના ઠેકેદાર નથી. હિંદુત્વ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન મામલે આજે રાજકારણ ગરમાયુ છે. જો કે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન આપતા કહે છે કે તેઓ સત્ય કહી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં તમામ જીવ જંતુઓની યાદી બનાવતા 1 લાખથી વધુ પ્રજાતિઓ હોવાનું સામે આવ્યું

આ પણ વાંચો: લોકસભામાં સંબોધન : ‘યુપીની તમામ 80 બેઠકો જીતીશું તો પણ EVM પર વિશ્વાસ નહી આવે’ અખિલેશ યાદવે EVM પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયાએ સંસદીય કાર્યવાહી કવરેજ કરવા મીડિયા પરનો પ્રતિબંધ હટાવવા કરી વિનંતી