આરોપ/ કોંગ્રેસે ફેસબુક પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું -ભાજપ સાથે મળીને દેશમાં…

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારતના લોકતંત્ર સાથે એક અમેરિકન ટેક્નોલોજી કંપની દ્વારા રમત રમાઈ રહી છે. તેની સ્વતંત્ર તપાસની જરૂર છે.

India
કોંગ્રેસે

કોંગ્રેસે શુક્રવારે ફેસબુકને પત્ર લખીને ભારતમાં તેના યુનિટના કામકાજની આંતરિક તપાસની માંગ કરી છે. પત્રમાં, સોનિયા ગાંધીના નેતૃત્વવાળી પાર્ટીએ CEO માર્ક ઝુકરબર્ગના ધ્યાન પર લાવી છે કે ફેસબુકે નફરતભર્યા ભાષણ, ખોટી માહિતી, નકલી સમાચાર અને ભડકાઉ સામગ્રી શેર કરવા છતાં સત્તાધારી સરકાર પ્રત્યે પક્ષપાત દર્શાવ્યો છે.

આ પણ વાંચો :મણિપુરમાં સેનાના કાફલા પર થયો આતંકી હુમલો, કર્નલ અને 3 જવાન સહિત 7 ના મોત

કોંગ્રેસ પાર્ટીએ પત્રમાં કહ્યું, “છેલ્લા બે વર્ષમાં ઘણા બધા પુરાવા બહાર પાડવામાં આવ્યા છે, જે આ નફરતભર્યા ભાષણને સંભાળવામાં તમારી કંપનીની બેદરકારી તરફ નિર્દેશ કરે છે અને આંતરિક દસ્તાવેજોને જાણીજોઈને અવગણના કરે છે.”

પક્ષે વધુમાં કહ્યું કે, “તમારા કર્મચારીઓએ માત્ર એટલું જ નહીં જાણ કરી છે કે તમારા પ્લેટફોર્મ દ્વારા ઉપયોગમાં લેવાતું AI સ્થાનિક ભાષાઓને ઓળખવા માટે પૂરતું નથી, પરંતુ તે ઉપરાંત તમારી ટીમ મૂળભૂત કીવર્ડ શોધ સામગ્રીને પણ સેટ કરવામાં નિષ્ફળ રહી છે. બહાર આવ્યું છે કે તમારી સમીક્ષા માટેના ખર્ચમાં ઘટાડો કરવાના અભિગમને કારણે છેલ્લા બે વર્ષમાં આ પ્રકારની સામગ્રીમાં ઝડપી વધારો થયો છે.”

આ પણ વાંચો :મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં 4 નકસલીઓના મોત,સર્ચ ઓપરેશન ચાલુ

ભારત ફેસબુક માટે સૌથી મોટા બજારોમાંનું એક છે જેમાં સૌથી વધુ યુઝર્સ છે. કોંગ્રેસ પાર્ટીના સોશિયલ મીડિયા પ્રેસિડેન્ટ રોહન ગુપ્તાએ કહ્યું, “તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે તમારી કંપની તેના યુઝર્સના જીવન અને સલામતી પર તેના વ્યાવસાયિક હિતોની તરફેણ કરે છે.”

આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે ફેસબુકને પત્ર લખ્યો હોય. ગયા વર્ષે, ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટીએ માર્ક ઝુકરબર્ગને બે વાર પત્ર લખીને કંપનીની તટસ્થતા પર પ્રશ્ન કર્યો હતો. આ વખતે, વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલને પગલે પાર્ટીએ ફેસબુકને પત્ર લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું હતું કે ભારત, દક્ષિણ અને મધ્ય એશિયા માટે ફેસબુકના નીતિ નિર્દેશક, આંખી દાસે ઓછામાં ઓછા ચાર વ્યક્તિઓ અને જૂથોને સમાવિષ્ટ નફરત ભાષણ નિયમોના અમલીકરણનો વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો :શું દિલ્હીમાં ફરી લોકડાઉન થશે? પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી, દોષનો ટોપલો ખેડૂતોના શિરે !

આ પણ વાંચો :સેટેલાઇટ ઇન્ટરનેટથી ગ્રામીણ ભારતનું ચિત્ર બદલાશે?

આ પણ વાંચો :સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ વાયુ પ્રદૂષણ મામલે CM કેજરીવાલે ઇમરજન્સી બેઠક બોલાવી