NEPAL/ નેપાળના વિદેશમંત્રી ચીનની 9 દિવસની યાત્રાએ

ચીનના અન્યમોટા નેતાઓ સાથે કરશે મુલાકાત

Top Stories India
Beginners guide to 77 3 નેપાળના વિદેશમંત્રી ચીનની 9 દિવસની યાત્રાએ

 

Kathmandu News :  નેપાળના ઉપપ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી નારાયણ કાજી શ્રેષ્ઠ પદ સંભાળ્યા બાદ પોતાની પહેલી આધિકારીક યાત્રા પર રવિવારે રાત્રે ચીન જવા રવાના થયા હતા. શ્રેષ્ઠ પોતાની યાત્રા દરમિયાન પોતાના ચીનના સમકક્ષ વાંગ યી સાથે વાતચીત કરશે. વિદેશ મંત્રાલયે કોઈ વિવરણ આપ્યા વિગરના નિવેદનમાં કહ્યું કે વાંગના નિમંત્રણ પર પોતાની નવ દિવસની યાત્રા દરમિયાન તે પોતાના ચીની સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાર્તા કરશે અને ઉચ્ચસ્તરીય ગણમાન્ય વ્યક્તિઓ સાથે મુલાકાત કરશે. ચીન યાત્રા પહેલા વિદેશ મંત્રી શ્રેષ્ઠે રવિવારે વિભિન્ન મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

વિદેશ મંત્રાલયના સુત્રોનો હવાલો આપીને મિડીયાએ કહ્યું હતું કે ચીની નેતાઓ સાથે પોતાની બેઠક દરમિયાન ષ્રેષ્ઠ મુખ્ય રૂપે બન્ને દેશો વચ્ચે અગાઉ થયેલી સમજૂતી લાગુ કરવા પર ધ્યાન કેન્ર્દિત કરશે.

નેપાળના વ્દેશ મંત્રાલયની સચિવ સેવા લ્મસાળે પત્રકારોને કહ્યું હતું કે વિદેશ મંત્રી શ્રેષ્ઠની ચીનમાં વિદેશ મંત્રી ઉપરાંત સીપીસીના અન્ય મોટા નેતાઓ સાથે મુલાકાત નક્કી છે. જેમાં સ્થાયી સમિતીના સાતમાંથી એક નેતા, ચીનના વાઈસ પ્રીમિયર, ઓછામાં ઓછા ત્રમ પ્રદેશના સીપીસી પાર્ટી સચિવ, સીપીસીના વિદેશ વિભાગના મંત્રી પ્રમુખ છે.

બીજીતરફ વિદેશ મંત્રી શ્રેષ્ઠની લાંબી યાત્રા પર સીપીએન (યુએમએલ)ના પ્રચાર વિભાગના પ્રમુખ વિષ્ણુ રિજાલે એક્સ પર કટાક્ષ પણ કર્યો છે. તેમણે લખ્યું છે કે વિદેશ મંત્રીને આટલી ફૂરસદ ક્યાંથી મળે છે. નેપાળના વિદેશ મામાલામાં કેટલાય અન્ય મહત્વપૂર્ણ વિષય છે જેનાથી વિદેશ મંત્રીએ રૂબરૂ થવું જોઈએ. રશિયા અને યુક્રેનમાં ફસાયેલા નેપાળી નાગરિતોવી સુરક્ષિત વાપસીની ચિંતા કવાને બદલે વિદેશ મંત્રી નવ દિવસની ચીન યાત્રા પિકનીક જેવી લાગે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…

આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ sports news/IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ IPL/ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….