AHMEDABAD NEWS/ સબ સલામત મનાતા ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસના MLAને મળી ધમકી

જરાત બધા માટે સલામત હોવાની છડી પોકારવામાં આવે છે. મહિલાઓ અડધી રાતે પણ બહાર એકલી ફરી શકે છે તેવા દાવા કરવામાં આવે છે. તેનાથી વિપરીત અમદાવાદમાં કોંગ્રેસના MLA એટલે કે વિધાનસભ્યને ધમકી મળી છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 10T164324.139 સબ સલામત મનાતા ગુજરાતમાં અમદાવાદમાં કોંગ્રેસના MLAને મળી ધમકી

Ahmedabad News: ગુજરાત બધા માટે સલામત હોવાની છડી પોકારવામાં આવે છે. મહિલાઓ અડધી રાતે પણ બહાર એકલી ફરી શકે છે તેવા દાવા કરવામાં આવે છે. તેનાથી વિપરીત અમદાવાદમાં કોંગ્રેસના MLA એટલે કે વિધાનસભ્યને ધમકી મળી છે.

અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ એટલો વધી ગયો છે કે તેઓ કોંગ્રેસના વિધાનસભ્યને ધમકી આપવા સુધી પહોંચી ગયા છે. કોંગ્રેસના ધારાસબ્ય ઇરફાન ખેડાવાલાના ઘર સુધી અસામાજિક તત્વો પહોંચી ગયા છે. તેમના ઘરે ઇરફાન નાગોરી નામના શખ્સે ધમાલકરી હતી. મહિલાઓને ગાળો અને ધમકી પણ આપી હતી. આરોપીની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે. આરોપી હત્યાના ગુનામાં જેલ ભોગવી ચૂક્યો છે.

ગુનેગાર ઇરફાન નાગોરી ધમકી આપી રહ્યો છે તેના સીસીટીવી વાઇરલ થયા છે. ઇરફાન નાગોરી અને આવા લુખ્ખા તત્વો સામે ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને આપવામાં આવેલી ધમકીની ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આગામી સમયમાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં ગાજવીજ સાથે થઈ વર્ષા

આ પણ વાંચો: અરવલ્લીમાં 10 લાખના દારૂ સાથે 32.62 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: ખાનગી શાળાઓમાં બાળકોની સુરક્ષા સવાલોના ઘેરામાં, ફાયર સેફટીની સુવિધાનો નામ પૂરતી

આ પણ વાંચો: ગુજરાતમાં હિટ એન્ડ રનથી 2નાં મોત