New Delhi/ થરૂરે કરી પ્રજાસત્તાક દિન રદ કરવાની માંગ, તો પાત્રાએ રાહુલ ગાંધીનો પ્રવાસ કરાવ્યો યાદ

કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રજાસત્તાક દિનની પરેડ રદ કરવાની માંગ કરી છે. શશી થરૂરે કહ્યું છે કે હવે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ મુખ્ય અતિથિ નથી આવી રહ્યો તો, સમગ્ર કાર્યક્રમ જ રદ કરી દઈએ.

Top Stories India
a 80 થરૂરે કરી પ્રજાસત્તાક દિન રદ કરવાની માંગ, તો પાત્રાએ રાહુલ ગાંધીનો પ્રવાસ કરાવ્યો યાદ

કોંગ્રેસના સાંસદ શશી થરૂર અને શિવસેના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પ્રજાસત્તાક દિનની પરેડ રદ કરવાની માંગ કરી છે. શશી થરૂરે કહ્યું છે કે હવે આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ મુખ્ય અતિથિ નથી આવી રહ્યો તો, સમગ્ર કાર્યક્રમ જ રદ કરી દઈએ. થરૂરની આ ટિપ્પણી પર, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નામની ટીપ્પણી કરી અને કહ્યું કે રાહુલ ગાંધીએ તેમની ઉજવણી રદ કરી નથી.

આપને જણાવી દઈએ કે દર વર્ષે 26 જાન્યુઆરીના પ્રસંગે ભારત દેશની રાજધાની દિલ્હીના રાજપથ ખાતે તેની સંસ્કૃતિ અને પરાક્રમનું પ્રદર્શન કરે છે. દર વર્ષે, વિદેશી રાષ્ટ્રના વડાને આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. આ વર્ષના મુખ્ય અતિથિ બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન હતા. પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસની નવી લહેરને કારણે તેમણે તેમનો ભારત પ્રવાસ રદ કર્યો છે. હવે આ વખતે પ્રજાસત્તાક દિનની ઉજવણી મહેમાનો વિના રહેશે.

દરમિયાન કોંગ્રેસના સાંસદ શશી થરૂરે આ સમગ્ર કાર્યક્રમ રદ કરવાની માંગ કરી છે. થરુરે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે હવે જ્યારે બ્રિટનના પીએમ બોરીસ જ્હોનસનનો આ મહિનો ભારતનો પ્રવાસ કોરોના કહોરનાં કારણે રદ કરવામાં આવ્યો છે અને આ વખતે પ્રજાસત્તાક દિન પર કોઈ મુખ્ય મહેમાન રહેશે નહીં. તો શા માટે એક પગલુ આગળ વધીને આ પૂરા પ્રોગ્રામને રદ કરીએ.

થરૂરનાં આ ટ્વીટ પર ભાજપનાં પ્રવક્તા સંબિત પાત્રાએ શાંબ્દિક કટાક્ષ કર્યો છે. આ ચર્ચામાં પાત્રાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. પાત્રાએ ટ્વીટ કર્યું, ” મિસ્ટર થરૂર પ્રજાસત્તાક દિનની પરેડ સામાન્ય ‘ઉત્સવ’ નથી કે તેને રદ કરવામાં આવે. આ સિવાય રાહુલ તેમની ઉજવણી રદ કરતા નથી અને તેઓ દૂરના સ્થળોએ જવાનુ ચાલુ રહે છે, પરંતુ કોંગ્રેસ ઈચ્છે છે કે પ્રજાસત્તાક દિનની પરેડ રદ કરવામાં આવે.”

આ સાથે જ શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રજાસત્તાક દિનની પરેડ રદ કરવાની માંગ કરી છે. પ્રિયંકાએ કહ્યું છે કે, જ્યારે કોવિડ દેશમાં એક વર્ષથી અનિચ્છનીય મહેમાન બનેલો છે, ત્યારે આવા ધામધૂમ અને શો બંધ કરાવામાં આવતુ હોત તો શ્રેષ્ઠ હતુ. એકવાર આ અનિચ્છનીય મહેમાન વિદાય થઈ ગયા પછી, આ ઉત્સવ ફરીથી આત્મગૌરવ માટે નહીં પણ સંપૂર્ણ ગૌરવ સાથે ઉજવવામાં આવતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો