Not Set/ કોંગ્રેસની ‘બેટી બચાવ યાત્રા’ નો કચ્છ અષ્મિતાએ કર્યો વિરોધ, સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો

કચ્છઃ નલિયા દુષ્કર્મ કાંડમાં મહિલાને ન્યાય અપાવવા માટે કૉંગ્રેસ દ્વારા બેટી બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છ અષ્મિતા દ્વારા કાળા વાવટા દેખાડીને રસ્તામાં વિરોધ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના કાર્યકર્તા અને કચ્છ અષ્મિતાના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કૉંગ્રેસ હાય હાયના સૂત્રો ઉચ્ચાર્યા હતા. શંકરસિંહનો ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો હતો. નલિયા દુષ્કર્મ […]

Gujarat
kutch naliya rally02 કોંગ્રેસની 'બેટી બચાવ યાત્રા' નો કચ્છ અષ્મિતાએ કર્યો વિરોધ, સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો

કચ્છઃ નલિયા દુષ્કર્મ કાંડમાં મહિલાને ન્યાય અપાવવા માટે કૉંગ્રેસ દ્વારા બેટી બચાવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કચ્છ અષ્મિતા દ્વારા કાળા વાવટા દેખાડીને રસ્તામાં વિરોધ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના કાર્યકર્તા અને કચ્છ અષ્મિતાના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. કૉંગ્રેસ હાય હાયના સૂત્રો ઉચ્ચાર્યા હતા. શંકરસિંહનો ખાસ વિરોધ કરવામાં આવી રહ્યો હતો.

નલિયા દુષ્કર્મ કાંડથી રાજ્યમાં ભાજપની સરકાર બેકફુટ પર આવી ગઇ છે, કેમ કે આ સમગ્રકાંડમાં બીજેપીના નેતા સંડોવણી સામે આવી છે. આ બનાવનો  કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભરપૂર રાજકીય લાભ લેવા માંગ છે. માટે આજે કૉંગ્રસ દ્નારા નલિયાથી “બેટી બચાવ યાત્રા” નો પ્રારંભ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની આગેવાની શરૂ થઇ છે. આ યાત્રા કચ્છથી સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાથી પસાર થશે. અને ગાંધીનગર ખાતે સમાપ્ત થશે, આ યાત્રા 585 કિમીની હશે.

કૉંગ્રેસ બેટી બચાવ યાત્ર દ્વારા નલિયા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાને યોગ્ય ન્યાય મળે તે હેતુથી આ યાત્રા યોજવામાં આવી છે. આજે નલિયામાં યાત્રાના પ્રારંભ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યાર બાદ ભૂજમાં બીજી સભા બપોરે 1 વાગે કરવામાં આવશે. બપોરે 2 વાગે પ્રેસકોન્ફરન્સ કરવામાં આવશે.

કૉંગ્રેસના આગેવાનો દ્વારા ગઇ કાલે શુક્રવારે રાજ્યપાલને મળીને નલિયા દુષ્કર્મ કાંડમાં સીટિંગ જજની આગેવાનીમાં  તપાસ કવરાની માંગ કરવામાં આવી હતી. આ યાત્રા ગાંધીનગર વિધાનસભાની બહાર દેખાવો કરીને જો યોગ્ય જવાબ નહી મળે તો વિધાનસભા નહી ચાલવા દેવાની ચીમકી ઉચારવામાં આવી છે.

‘બેટી બચાવ યાત્ર’માં કૉંગ્રેસ પ્રદેશના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાધેલા, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ વગેર ઉપસ્થિત રહ્યા હતા.