પ્રહાર/ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોરબી દુર્ઘટના મામલે સરકાર પર ઉઠાવ્યા અનેક સવાલો

મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા અત્યાર સુધીમાં 135 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Top Stories India
19 1 કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મોરબી દુર્ઘટના મામલે સરકાર પર ઉઠાવ્યા અનેક સવાલો

ગુજરાતમાં રવિવારે ગોઝારી દુર્ઘટનામાં મચ્છુ નદી ઉપરનો ઝુલતો પુલ વચ્ચેથી તૂટી પડ્યો છે. જેના કારણે પુલ પર મઝા માણી રહેલા લોકો મચ્છુ નદીના પાણીમાં ખાબકતા અત્યાર સુધીમાં 135 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ સાથે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત  થયા હતા. આ મામલે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. મોરબી દુર્ઘટના અંગે સરકારને ઘેરીને સવાલ કર્યા હતા.

 

મોરબી દુર્ઘટના મામલે કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે અનેક સવાલ કર્યા છે, આ માલે રાજ્ય સરકારને ઘેરી હતી અને આ પ્રશ્નો ટ્વિટર પર પુછ્યા હતા.

બ્રિજના કાટવાળા કેબલનું સમારકામ કરવામાં આવ્યું ન હતું.
 ફિટનેસ સર્ટિફિકેટ અને સત્તાવાર સંમતિ વિના 26 ઑક્ટોબરે બ્રિજ ખોલવામાં આવ્યો.
કોન્ટ્રાક્ટર નોકરી માટે લાયક ન હતો
 પાલિકા પ્રમુખ જાણતા હતા  છંતા દુર્ઘટનાના એક દિવસ પહેલા પુલ ખુલ્લો મૂક્યો હતો. 

નોંધનીય છે કે આ મામલે તેમણે સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે 130થી વધુ મોતમાં કોન્ટ્રાકટર અને પાલિકાના અધિકારી સામે કેમ કોઇ પગલાં લેવાયા નથી. આ બેદરકારી ભગવાનની દેન છે., જેવા આકરા પ્રહાર કર્યા હતા.