Merger/ એરલાઇન બિઝનેસમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા વેગવંતી બનાવતું ટાટા જૂથ

ટાટા જૂથે (Tata group) સરકારી વિમાની કંપની એર ઇન્ડિયાને (Air India) કબ્જે કર્યા પછી હવે એરલાઇન બિઝનેસમાં (Airline business) ઝડપી કોન્સોલિડેશન (consolidation) હાથ ધર્યુ છે. ટાટા જૂથે એર ઇન્ડિયા કબ્જે કરી તે પહેલા તેની પોતાની એરલાઇન વિસ્તારા (Vistara) અને સંયુક્ત સાહસમાં એર એશિયા (Airasia)હતી. હવે વિસ્તારાનું અને એર એશિયા બંનેનું એર ઇન્ડિયા સાથે મર્જર થઈ રહ્યુ છે.

Top Stories India Business
AIRASIA AND VISTARA એરલાઇન બિઝનેસમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા વેગવંતી બનાવતું ટાટા જૂથ
  • વિસ્તારા અને એર એશિયાનું પણ એર ઇન્ડિયામાં મર્જર થશે
  • 2023ના વર્ષમાં ત્રિપક્ષીય મર્જરની પ્રક્રિયા પૂરી થઈ એક જ કંપની બનશે
  • નવી કંપનીનું નામ એર ઇન્ડિયા એક્સપ્રેસ હશે
  • એર ઇન્ડિયા એક્સપ્રેસ સસ્તી એરલાઇન હશે

ટાટા જૂથે (Tata group) સરકારી વિમાની કંપની એર ઇન્ડિયાને (Air India) કબ્જે કર્યા પછી હવે એરલાઇન બિઝનેસમાં (Airline business) ઝડપી કોન્સોલિડેશન (consolidation) હાથ ધર્યુ છે. ટાટા જૂથે એર ઇન્ડિયા કબ્જે કરી તે પહેલા તેની પોતાની એરલાઇન વિસ્તારા (Vistara) અને સંયુક્ત સાહસમાં એર એશિયા (Airasia)હતી. હવે વિસ્તારાનું અને એર એશિયા બંનેનું એર ઇન્ડિયા સાથે મર્જર થઈ રહ્યુ છે. તેના પગલે જે નવી કંપની અસ્તિત્વમાં આવશે તેનું નામ એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air india express) હશે.

2023ના અંત સુધીમાં મર્જર પૂરુ થશે
એર ઇન્ડિયાએ આ અંગે નિવેદન જારી કરી જણાવ્યું હતું કે 2023ના અંત સુધીમાં આ મર્જર થઈ શકે છે. તેની જોડે-જોડે વિસ્તારાનું પણ મર્જર થઈ શકે છે. એર એશિયાની શરૂઆત 2014માં થઈ હતી. જ્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસે 2005માં ફ્લાઇટનું કામ શરૂ કર્યુ હતુ.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 2023ના અંત સુધીમાં આ મર્જર પૂરુ થઈ શકે છે.

એર એશિયા અને વિસ્તારાનો બાકીનો હિસ્સો ટાટા ખરીદી લેશે

એર ઇન્ડિયાનો હેતુ ગ્રાહકોને સસ્તી વિમાની સેવા પૂરી પાડવાનો છે. ટાટા ગ્રુપની એર ઇન્ડિયાએ પણ એર એશિયા ઇન્ડિયામાં 100 ટકા હિસ્સા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એર એશિયા ઇન્ડિયાએ ટાટા સન્સ અને એરએશિયા ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેમા ટાટા સન્સનો 83.67 ટકા અને એર એશિયા ઇન્વેસ્ટમેન્ટ્સનો 16.33 ટકા હિસ્સો છે. આ જ રીતે વિસ્તારા એરલાઇન્સ પણ એર ઇન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. તેમા સિંગાપોર એરલાઇન્સનો હિસ્સો છે.

સીસીઆઇની પણ મર્જર માટે મંજૂરી
આ અગાઉ મલેશિયન એરલાઇન એરએશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે એરએશિયા ઇન્ડિયામાં તેનો બાકીનો હિસ્સો એરઇન્ડિયાને વેચવા કરાર કર્યો છે. એર ઇન્ડિયા ગ્રુપના ખર્ચ અસરકારક સંચાલનને એકીકૃત કરવા અને તેનું મૂલ્યાંકન કરવા માટે એક કાર્યકારી જૂથની સ્થાપના કરવામાં આવી છે. એર ઇન્ડિયાને હવે સસ્તા ભાડાની એરલાઇન બનાવવાનું કંપનીનું ધ્યેય છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ આ વર્ષે જૂનમાં એર ઈન્ડિયા દ્વારા એરએશિયા ઈન્ડિયાના સમગ્ર હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનને મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વના સૌથી મોટા ઉડ્ડયન બજારોમાંનું એક છે.