કોરોના સંક્રમણ/ કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કોરોના સંક્રમિત, લોકોની કરી આ અપીલ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ શુક્રવારે એટલે કે આજે સવારે ટ્વીટ કરીને કહ્યું છે કે, તેઓ કોવિડ-19 પોઝિટિવ છે.

Top Stories India
a 203 કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કોરોના સંક્રમિત, લોકોની કરી આ અપીલ

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલા કોરોના સંક્રમિત થયા છે. કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ શુક્રવારે એટલે કે આજે સવારે ટ્વીટ કરીને કહ્યું છે કે, તેઓ કોવિડ-19 પોઝિટિવ છે. રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે, “કોવિડ-19 ની તપાસ બાદ આજે સવારે હું પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 5 દિવસની અંદર જે કોઈ પણ મારા સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાને આઈસોલેટ કરી દે અને જરૂરી સાવચેતી રાખીને કોરોનાની તપાસ કરાવી લે.”

કોરોના સંક્રમણ / અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

કોરોનાની બીજી લહેર વચ્ચે ઘણા રાજકીય પક્ષના નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે. વળી સપાનાં વડા અખિલેશ યાદવ પણ કોરોના સંક્રમતિ થયા છે. ગુરુવારે મોડી રાત સુધી વિવિધ રાજ્યોથી પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,16,642 નવા કેસ નોંધાયા છે. આ સાથે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1 કરોડ 42 લાખ 87 હજાર 740 પર પહોંચી ગઈ છે. વળી 1,13,825 દર્દીઓ આ સમયગાળા દરમિયાન સ્વસ્થ થયા છે, સહિતનાં અત્યાર સુધીમાં 1,25,43,978 દર્દીઓ કોરોનાથી ઠીક થઇ ચૂક્યા છે.

આપદામાં અવસર / 2 કિમી દૂર હતી હોસ્પિટલ, છતા એમ્બ્યુલન્સનું ભાડુ 4 હજાર

દેશમાં કોરોના સક્રિય કેસ વધીને 91,711 અને 15,63,588 પર પહોંચી ગયા છે. આ જ સમયગાળામાં વધુ 1,182 દર્દીઓનાં મોત સાથે, આ રોગથી મૃત્યુઆંક વધીને 1,74,335 પર પહોંચી ગયો છે. દેશમાં રિકવરી દર ઘટીને 87.79 ટકા થઈ ગયો છે અને સક્રિય કેસનો દર 10.94 પર પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુ દર ઘટીને 1.22 ટકા થઈ ગયો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ