Gujarat Assembly Election 2022/ ગુજરાતમાં કોંગ્રેસ- NCP વચ્ચે ગઠબંધન, સાથે મળીને લડશે ચૂંટણી

કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જણાવી દઈએ કે 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
NCP

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ અને NCP એ સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન થઈ ગયું છે. જણાવી દઈએ કે 182 વિધાનસભા બેઠકો ધરાવતા ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.

ગુજરાત NCP ના પ્રમુખ જયંત બોસ્કીએ કહ્યું કે અમે યુપીએનો ભાગ છીએ, અમે મહારાષ્ટ્રમાં સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છીએ. તેવી જ રીતે ગુજરાતમાં પણ અમે (કોંગ્રેસ- NCP) સાથે મળીને ચૂંટણી લડીશું. અમેવ 4 બેઠકો માંગી છે, કોંગ્રેસ 3 પર સહમત છે જ્યારે બીજી બેઠક માટે વાતચીત ચાલી રહી છે.

કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે ગયા શુક્રવારે ચૂંટણી માટે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ પહેલા ભાજપે ગુજરાત ચૂંટણી માટે 160 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તેમની વિધાનસભા બેઠક ઘાટલોડિયા પરથી ઉતાર્યા છે.

આ પણ વાંચો:દસવી પાસઃ ગુજરાત ભાજપના 25 ટકા ઉમેદવારોની આટલી જ છે લાયકાત

આ પણ વાંચો:ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર બદલ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં કોંગ્રેસ આવતીકાલે રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં મેનીફેસ્ટો જાહેર કરશે!