Banaskantha News/ બનાસકાંઠામાં ફરી રિસોર્ટ પોલિટિક્સ! પ્રમુખ ચૂંટણી પહેલાં રાજકીય હલચલ તેજ

દિયોદર તાલુકા પંચાયત ચૂંટણી પહેલાં બનાસકાંઠાના રાજકારણમાં ભારે ગરમાવો ,કોંગ્રેસે (Congress) પોતાના સભ્યોને તોડજોડથી બચાવવા રાજસ્થાનના રિસોર્ટમાં ખસેડ્યા.

Top Stories Gujarat Others Breaking News
દિયોદરમાં સત્તા બચાવવા Congressએ સભ્યોને રાજસ્થાન ખસેડ્યા

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દિયોદર (Deodar) તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલાં કોંગ્રેસ (Congress) દ્વારા પોતાના સભ્યોને બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સ (Resort Politics)નો આશરો લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ચૂંટણી પહેલાં જ રાજકીય હલચલ

દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આગામી 25 તારીખે યોજાવાની છે. ચૂંટણી (Election) પહેલાં જ સ્થાનિક રાજકારણમાં ભારે ચહલપહલ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસને પોતાની બહુમતી હોવા છતાં પક્ષપલટાનો ભય સતાવી રહ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસે પોતાના તમામ ચૂંટાયેલા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડી દીધા છે જેથી કોઈ તોડજોડ અથવા રાજકીય દબાણનો સામનો ન કરવો પડે.

Congress પાસે સ્પષ્ટ બહુમતી

તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે (Congress) 12 બેઠકો જીતી હતી, જ્યારે ભાજપ (BJP)ને 10 બેઠકો મળી હતી.આંકડાકીય રીતે કોંગ્રેસ સરળતાથી પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કરી શકે તેવી સ્થિતિમાં છે. તેમ છતાં સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા રાજકીય તોડજોડના પ્રયાસો થઈ રહ્યા હોવાની ચર્ચાઓ તેજ બની છે.

સભ્યોને રાજસ્થાન ખસેડાયા

કોંગ્રેસે (Congress) કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાનું નક્કી કરીને પોતાના 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાન (Rajasthan) ખાતે આવેલા રિસોર્ટમાં મોકલી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.માત્ર તાલુકા પંચાયતના સભ્યો જ નહીં, પરંતુ જિલ્લા પંચાયતના ત્રણ સભ્યોને પણ સુરક્ષાના ભાગરૂપે રાજસ્થાન ખસેડવામાં આવ્યા છે.

કોઈના સંપર્કમાં નથી સભ્યો

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં આ સભ્યો કોઈના સીધા સંપર્કમાં નથી. તેઓ હવે સીધા 25 તારીખે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી વખતે જ બેઠકમાં હાજર રહેશે.બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાઓ પોતાની સત્તા સ્થાપિત કરવાનો દાવો કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રાજકારણ વધુ ગરમાયું છે. હાલ સમગ્ર મામલે બનાસકાંઠાના રાજકારણમાં ભારે ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસની આ વ્યૂહરચના કેટલી સફળ થાય છે અને અંતે તાલુકા પંચાયતની સત્તા કોના હાથમાં જાય છે તે હવે 25 તારીખે યોજાનારી ચૂંટણી બાદ જ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો:ધાનેરામાં બનાસ જિલ્લામાં રહેવા માટે 21 દિવસથી ચાલતો આકરો વિરોધ

આ પણ વાંચો:બનાસકાંઠા: અલ્પેશ ઠાકોર પર ભાજપ પાસેથી 90 કરોડની સોપારી લીધાનો ગંભીર આરોપ

આ પણ વાંચો:ભાજપે ઉત્તર ગુજરાતમાં રાબેતા મુજબ દબદબો જાળવ્યો… જુઓ વિગતવાર પરિણામ