Not Set/ અમદાવાદ/ શાળાઓ મર્જ કરવા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની તીખી પ્રતિક્રિયા

શાળાઓ મર્જ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણય પાછો ખેંચવા માંગ 6000 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી શિક્ષણ અને આરોગ્ય મૂળભૂત જરૂરિયાત શાળાઓને તાળા મારી ખર્ચ બચાવવાની વાત કરે છે સરકાર સમગ્ર રાજ્યમાં એજ્યુકેશન સ્તર ઘટતું જાય છે  ગ્રામીણ દિકરીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારના શાળા મર્જ કરવાના  નિર્ણય પાછો […]

Ahmedabad Gujarat
school અમદાવાદ/ શાળાઓ મર્જ કરવા મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની તીખી પ્રતિક્રિયા
  • શાળાઓ મર્જ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા
  • પ્રવક્તા મનીષ દોશીએ નિર્ણય પાછો ખેંચવા માંગ
  • 6000 જેટલી શાળાઓ બંધ કરવામાં આવી
  • શિક્ષણ અને આરોગ્ય મૂળભૂત જરૂરિયાત
  • શાળાઓને તાળા મારી ખર્ચ બચાવવાની વાત કરે છે સરકાર
  • સમગ્ર રાજ્યમાં એજ્યુકેશન સ્તર ઘટતું જાય છે 
  • ગ્રામીણ દિકરીઓને શિક્ષણથી વંચિત રાખવાના પ્રયાસ

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકારના શાળા મર્જ કરવાના  નિર્ણય પાછો ખેંચવા માંગ  કરી છે. તેમને જણાવ્યું છે કે, આ નિર્ણય સરકાર તાત્કાલિક પાછો ખેંચે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, એક સાથે આટલી મોટી સંખ્યામાં 6000 જેટલી શાળાઓ બંધ કરવાણો નિર્ણય યોગ્ય નથી. શિક્ષણ અને આરોગ્ય એ નાગરિકની મૂળભૂત  જરૂરિયાત છે. સરકાર દ્વારા શાળાઓને તાળા મારી ખર્ચ બચાવવાની વાત થી રહી છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણ નું  સ્તર ઘટતું જાય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં શાળા મર્જ કરવાનો નિર્ણય કેતો વ્યાજબી છે..?

સરકારના આ નિર્ણયથી ગ્રામીણ દિકરીઓ મોટી સંખ્યામાં શિક્ષણથી વંચિત રહી જશે. પ્રાથમિક શાળા મર્જ કરવાથી શાળા અને ઘર વચ્ચેનું અંતર વધવાને કારણે બાળકોનો ડ્રોપ આઉટ રેસીયો વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ઓછી સંખ્યા તેમજ ઉચ્ચ પ્રાથમિકમાં માત્ર ધોરણ.૬ અથવા ધો.૬ અને ૭ જ ચાલતુ હોય તેવી ૫,૨૨૩ સ્કૂલોને નજીકની સ્કૂલોમાં મર્જ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. જે અંતર્ગત એક સાથે આટલી મોટી સંખ્યામાં સ્કૂલો મર્જ થતાં પ્રાથમિક સ્કૂલોમાં અંદાજે ૧૦ હજારથી વધુ શિક્ષકો ફાજલ પડશે.  હાલમાં શિક્ષકોની જે ખાલી જગ્યાઓ પડી છે તે ભરાઈ જતા આગામી બે-ત્રણ વર્ષ સુધી એટલે કે, જ્યાં સુધી શિક્ષકો નિવૃત ના થાય ત્યાં સુધી નવી ભરતીની શક્યતાઓ નહિવત જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.