Not Set/ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું મહિલા કાર્ડ !!

 ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ટકા મહિલાઓને ટિકિટ આપવાની જાહેરાત કરી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મહિલાઓ માટે પહેલ કરી બીજા રાજકીય પક્ષોને દોડતા કરી દીધા કે શું ??

India Trending
મહિલા અનામત ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું મહિલા કાર્ડ !!

ચૂંટણી પર્વ નજીક આવે તેમ રાજકીય નેતાઓ પોતાની રીતે એક પછી એક પત્તા ઉતરતા રહે છે. દેશમાં ખેડૂત આંદોલન લખીમપુર ખેરીના બનાવ બાદ પરાકાષ્ટ્રએ પહોંચી ગયું છે. આ પ્રકરણમાં કોંગ્રેસ અને તેેના નેતા પ્રિયંકા ગાંધીએ આક્રમક વલણ અખત્યાર કરીને જે તે સમયે યોગી સરકારને દોડતી કરી દીધી હતી. આ આંદોલન સમયે કેન્દ્રીય પ્રધાનના પુત્રને જેલનો સ્વાદ ચાખવો પડ્યો છે. તો કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી સાથે કોંગ્રેસે રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરી તો કિસાન સંગઠનોએ દેશના વિવિધ આંદોલનમાં રેલ રોકો આંદોલન કરીને દેશનું આ પ્રશ્ને ધ્યાન દોર્યું છે. આ સંજાેગો વચ્ચે કોંગ્રેસ અને તેમાંય ખાસ કરીને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જે લડાયકવૃત્તિ દાખવી આક્રમક વલણ અપનાવ્યું તેની પ્રચાર માધ્યમો પ્રશંસા કરી છે. આના કારણે યુપીમાં કોંગ્રેસની સ્થિતિ સુધરી શકે છે તેવો દાવો પણ કરી દીધો છે. બીજી બાજુથી પ્રિયંકા ગાંધીએ નવી રણનીતિ યુપીની ચૂંટણી માટે જાહેર કરી છે. તે પ્રમાણે ઉત્તર પ્રદેશની એપ્રિલ – મે માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૪૦૩ બેઠકોમાંથી ૪૦ ટકા ટિકિટ મહિલા ઉમેદવારોને આપશે. જાે આ પ્રમાણે થાય તો ઉત્તર પ્રદેશની જે ૪૦૩ બેઠકો છે. તેમાંથી ૪૦૩ પૈકી લગભગ ૧૬૨ બેઠકો પર મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતારશે તેવો સ્પષ્ટ સંકેત છે. અન્ય રાજકીય પક્ષો તો આના કારણે આંચકો અનુભવતા થઈ ગયા છે. દેશમાં સંસદ અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામત આપવાનો કાયદો સંસદમાં ૩૫ વર્ષથી લટકતો છે. કોંગ્રેસ કે ભાજપ એ બેમાંથી કોઈ આ ધારા બાબતમાં માત્ર માગણી કરવા સિવાય બીજી કોઈ પહેલ કરી શક્યા નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નહોતો થયો તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને મહિલા અનામત ખરડાની માગણી કરી હતી. પરંતુ આ માગણી કોંગ્રેસ તરફથી આવી હતી તેથઈ મોદી સરકાર કે ભાજપે ગંભીરતાથી લીધી નહોતી. તે વખતે ભાજપ કોંગ્રેસ અને ટીએમસી આ પ્રશ્ને અમાત વલણ વાળા હતા છતાં મોદી સરકારે આ પ્રશ્નને ગંભીરતાથી લીધો નહોતો જાે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કોઈ પક્ષોએ તેનો અમલ પણ કર્યો નહોતો તે પણ હકિકત છે.

jio next 5 ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસનું મહિલા કાર્ડ !!
આ સંજાેગો વચ્ચે રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ કમસે કમ ૪૦ ટકા મહિલા ઉમેદવારો વિધાનસભામાં ઉતારશું તેવી જાહેરાત કરવાની પહેલ કરી છે રાજકીય વિશ્લેષકો આ પગલાંને કોંગ્રેસનું મહિલા કાર્ડ માને છે. ભાજપ વિકાસ રાષ્ટ્રવાદ અને રામમંદિર તેમજ ભાજપ વિરોધી મતોના વિભાજનના કારણે ચૂંટણી જીતી દેશના સૌથી મોટા રાજ્ય પર સત્તા જાળવવા માગે છે. બસપા બ્રાહ્મણ, દલિત અને મુસ્લિમ મતદારોના સહારે ફરી સત્તા મેળવવાની ગણતરી કરે છે. સમાજવાદી પક્ષ પણ પોતે ભૂતકાળમાં કરેલા કામો તેમજ યાદવ તેમજ મુસ્લિમ સમાજના સહારે ચૂંટણી ખેલ પાડે છે. ઉત્તર પ્રદેશમાં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવા માટે થનગની રહેલ આમ આદમી પાર્ટીએ દિલ્હી વાળુ મફત વિજળીવાળું વચન અત્યારથી આપી દીધું છે આ સજાેગો વચ્ચે કોંગ્રેસે મહિલા કાર્ડ ઉતર્યું છે.

અરૂણ કુમારની પ્રિયંકા ગાંધીની અટકાયત, આગ્રામાં પોલીસ કસ્ટડીમાં સફાઈ
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ તળિયે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં માત્ર ૭ બેઠકો પર જીત મળી હતી તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માત્ર શ્રીમતી સોનિયા ગાંધીવાળી લોકસભાની એક જ બેઠક મળી હતી. અમેઠીની તેની પ્રણાલિકા ગત બેઠક ૧૯૭૭ની ચૂંટણી બાદ પ્રથમ વખત એટલે કે ૪૨ વર્ષ બાદ ગુમાવી હતી અને કોંગ્રેસના યુવરાજ ગણાતા રાહુલ ગાંધી પોતે ચૂંટણી હારી ગયા હતા. ટુંકમાં અત્યારે યુપીમાં કોંગ્રેસના ભૂતકાળના ટોચના આગેવાનો ભાજપ કે સપામાં બિરાજમાન છે કમલાપતિ ત્રિપાઠી પરિવારની ત્રીજી પેઢીના યુવાને સપાને મદદ કરવા મેદાનમાં ઉતરનાર ટીએમસીનું નેતૃત્વ સંભાળ્યું છે હકિકતમાં ત્યાંના વિવેચકો લખે છે અને ટીવી પ્રચાર માધ્યમો પર કહે છે તે પ્રમાણે કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં શૂન્યમાંથી સર્જન કરવાનું છે. કોંગ્રેસના સાત વર્તમાન ધારાસભ્યોમાંથી બે તો લગભગ બહાર નીકળી ચૂક્યા છે બીજા એક બે ક્યારે ભાજપ કે સપાનો શિકાર બની જાય તે નક્કી નથી. આ સંજાેગો વચ્ચે કાં મહિલા કાર્ડ ઉતરી કોંગ્રેસને બેઠી કરવાનો પુરૂષાર્થ પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસે શરૂ કર્યો છે. આ અંગે રાજકીય નિરીક્ષકો નોંધે છે કે ઉત્તર પ્રદેશમાં હાલની ગણતરી પ્રમાણે ૬.૫ કરોડ એટલે કે સાડા છ કરોડ મહિલા મતદારો છે. ધર્મ અને જાતિ કે અન્ય મુદા હોય તો તેનો ગમે તે પ્રકારે વિરોધ થઈ શકે આ મુદ્દા પર નહિ. જાે કે કેટલાક પુરુષ આગેવાનો ટિકિટ ન મળતા પક્ષ છોડે તેવો ભય તો છે જ.

મહિલાઓને કોંગ્રેસનું નવું સૂત્ર: 'લડકી હું લડ શકતી હું', પ્રિયંકાની જાહેરાત - યુપીમાં
આ જાહેરાત સાથે પ્રિયંકા ગાંધીએ ‘લડકી હું હડ શકતી હું’ તેવો નારો આપ્યો છે. ઉત્તર પ્રદેશના રાજકારણમાં કે સત્તામાં મહિલાઓની ભાગીદારી જે નહિવત રહી છે તેના બદલે ઉત્તર પ્રદેશમાં સત્તા અને રાજકારણ એ બન્નેમાં મહિલાઓની ભાગીદારીની ખુલ્લે આમ હિમાયત કરી છે. આ જેવી તેવી વાત તો હરગીઝ ન કહેવાય આ જાહેરાત કરતી વખતે પ્રિયંકા ગાંધીએ હાથરસની પીડિતાના પરિવાર અને લખીમપુરના બનાવ તો ભોગ બનનાર ખેડૂતો અને અન્ય લોકોના પરિવારને પણ યાદ કર્યા છે.

યુપીમાં કોંગ્રેસ છેલ્લા ૩૨ વર્ષથી સત્તામાં નથી. સપા, બસપા, ભાજપ વિગેરેએ વારાફરતી સત્તા ભોગવી છે. ભાજપને સ્પષ્ટ બહુમતીવાળી સત્તા ભલે ૨૦૧૭માં મળી હોય પણ અગાઉ બસપા સાથે ભાગીદારીમાં સત્તા ભોગવી છે. અને કેન્દ્રના હાલના સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘ અને સ્વ. કલ્યાણસિંહ (બે વખત) મુખ્યમંત્રી પદ ભોગવી ચુક્યા છે. એટલે કોંગ્રેસ ૩૨ વર્ષ બાદ અમને તક આપો તેવો નારો પણ ગજવી શકે છે. જાે કે મહિલા કાર્ડ કોંગ્રેસને કેવું અને કેટલું ફળે છે તે તો સમય જ કહેશે પણ આ કાર્ડથી તેની તાકાત વધશે તે નક્કી છે.

National / યુપી મંત્રીનું વાહિયાત નિવેદન – 95% લોકો પેટ્રોલનો ઉપયોગ કરતા નથી, મુઠ્ઠીભર લોકો ફોર વ્હીલર ચલાવે છે

Farmer protesters / રાકેશ ટીકૈતની મોટી જાહેરાત, સરહદ ખાલી કરી દિલ્હીમાં સંસદ પર ધરણા કરશે

Technology / નોકિયા C30 બજેટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ,  Jio એક હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે

Technology / ફેસબુકને 520 કરોડનો દંડ, સમગ્ર મામલો ગીફી સાથે સંબંધિત છે