Surat/ મોટા વરાછા ખાતે 450 બેડની હોસ્પિટલનું નિર્માણ, ઓછા ખર્ચે મળશે સુવિધા

સુરત ડાયમંડ એસોસિએશન સુરત મહાનગરપાલિકાના સહયોગથી મોટા વરાછા ખાતે 450 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 425 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર હોસ્પિટલમાં મધ્યમ…

Top Stories Gujarat Surat
Mota Varachha hospital

Mota Varachha hospital: સુરત ડાયમંડ એસોસિએશન સુરત મહાનગરપાલિકાના સહયોગથી મોટા વરાછા ખાતે 450 બેડની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. 425 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર હોસ્પિટલમાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ઓછા ખર્ચે સારી સુવિધા મળી રહેશે. સુરતમાં ઉદ્યોગપતિ વલ્લભ લાખાણી દ્વારા હોસ્પિટલના નામ કરણ પેટે 25 કરોડનું દાન આપવામાં આવ્યું છે

સુરત ડાયમંડ એસોસિએશનના નેજા હેઠળ સુરતના મોટા વરાછા ઉતરાણ ખાતે 425 કરોડ રૂપિયાના ખર્ચ 450 બેડની એક હોસ્પિટલ તેમજ નર્સિંગ કોલેજનું નિર્માણ થશે. આ હોસ્પિટલની અંદર જ ભવિષ્યમાં 100 બેઠકની નર્સિંગ કોલેજ શરૂ કરી શકાય તે પ્રકારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ હોસ્પિટલ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના સહયોગથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપી 24 મોટા વરાછા રામચોક ખાતે 13,000 ચોરસ વાર જમીન પણ સુરત ડાયમંડ એસોસિયનને આપવામાં આવી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા જે બીજી હોસ્પિટલ બનાવવામાં આવી છે તેમાં સુરતના ઉદ્યોગપતિ એવા વલ્લભ લાખાણી દ્વારા હોસ્પિટલના નામ કરણ પેટે 25 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે અને આ હોસ્પિટલનું નામકરણ કિરણ હોસ્પિટલ-2 તરીકે કરવામાં આવ્યું છે.

સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ-2નું ખાતમુહૂર્ત આગામી દશેરાના પર્વના રોજ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણ વર્ષમાં જ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરું કરવામાં આવશે. સુરતના ચીકુવાડી સીએનજી પમ્પ ખાતે આવેલ સુરત ડાયમંડ એસોસીએલની હોસ્પિટલમાં પણ લોકોની રાહત દરે સારવાર કરવામાં આવે છે. ત્યારે કિરણ હોસ્પિટલ-2માં પણ આ જ પ્રકારે લોકોને રાહત દરે આરોગ્યની સુવિધા આપવામાં આવશે અને છેલ્લા દાયકામાં હોસ્પિટલ દ્વારા 15 લાખથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને રાહત દરે મેડિકલ સારવાર આપવામાં આવી છે અને આશરે આ તમામ દર્દીઓને 150 કરોડની રાહત હોસ્પિટલ તરફથી મળી છે.

આ પણ વાંચો: Banking Crisis/ અમેરિકામાં બેન્કિંગ કટોકટી, સિલિકોન વેલી બેન્કને તાળા વાગ્યા, શેરોમાં કડાકો બોલ્યો

આ પણ વાંચો: Aimim-Leader/ મુસ્લિમોને ચૂંટણી વખતે જ યાદ કરવામાં આવે છેઃ અસદુદ્દીન ઓવૈસી

આ પણ વાંચો: Rajasthan/ પુલવામાના શહીદોની વિધવાઓના સમર્થનમાં ભાજપના નેતાઓનું વિરોધ પ્રદર્શન