Gandhinagar News/ વડનગરમાં સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI), CM એ L&T સાથે કર્યા MOU

CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર સાથે લાર્સન એન્ડ ટુબ્રો(L&T)એ ઈન્સ્ટિટ્યુટની સ્થાપના માટે ગાંધીનગરમાં MoU કર્યા. L&T દ્વારા રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે વડનગરમાં ઈન્સ્ટિટ્યુટનું નિર્માણ થશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : મુખ્યમંત્રી(CM) ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો L&T લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા હતા. આ MoU અન્વયે L&T ઉત્તર ગુજરાતના વડનગરમાં કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની રૂ. 22 કરોડના અંદાજિત ખર્ચે સ્થાપના કરશે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઈન્સ્ટિટ્યુટ માટે 10 એકર જમીન ફાળવાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં શરૂ થનારા આ ઈન્સ્ટિટ્યુટના બિલ્ડિંગનું નિર્માણ તથા અન્ય માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ માટે L&T દ્વારા CSR અન્વયે ખર્ચ કરાશે. શ્રમ, રોજગાર તથા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત તથા અગ્ર સચિવ ડો. વિનોદ રાવ પણ આ MoU સાઈનિંગ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા તથા પાટણ જિલ્લાના યુવાઓ માટે વડનગરની આ તાલીમ ઈન્સ્ટિટ્યુટ ઉપયોગી બનશે.

આ ઈન્સ્ટિટ્યુટમાં સ્ટ્રક્ચરલ એન્ડ ફિનિશિંગ ટેક્નિશિયન, સ્માર્ટ સિટીઝ માટે (CCTV અને OFC) ટેક્નિશિયન, સોલાર એન્ડ ટ્રાન્સમિશન લાઈન ટાવર ઈરેક્શન ટેક્નિશિયન તથા ફાયર લાઈફ સેફ્ટી એન્ડ ટેક્નિશિયન જેવા ટૂંકાગાળાના અભ્યાસક્રમોમાં તાલીમ આપવામાં આવશે. તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને આવાસ, ભોજન સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. તેમ જ દર વર્ષે 1 હજારથી વધુ યુવાઓ આ શોર્ટ ટર્મ કોર્સીસનો લાભ લઈ શકશે. રાજ્ય સરકાર વતી આ MoU પર ગુજરાત સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનના ડિરેક્ટર કે.ડી. લાખાણી તથા L&Tના વાઈસ પ્રેસિડન્ટ એચ.આર. જે. કબિલને હસ્તાક્ષર કરીને પરસ્પર MoU એક્સચેન્જ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા