Not Set/ સતત વરસાદથી મુંબઈ બન્યુ પાણી-પાણી, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

મુંબઇમાં સતત વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ફરી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને જવા આવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. મળતી માહિતી મુજબ શનિવારની સાંજથી અત્યાર સુધીમાં મુંબઇનાં કુલાબામાં 120.8 મીમી જ્યારે સાંતાક્રુઝમાં 173.0 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ અહી વરસાદ પડવાનુ […]

India
Untitled design 2019 08 02T181730.221 સતત વરસાદથી મુંબઈ બન્યુ પાણી-પાણી, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

મુંબઇમાં સતત વરસાદથી લોકોની મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ફરી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને જવા આવવામાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે. મળતી માહિતી મુજબ શનિવારની સાંજથી અત્યાર સુધીમાં મુંબઇનાં કુલાબામાં 120.8 મીમી જ્યારે સાંતાક્રુઝમાં 173.0 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન કહેવામાં આવી રહ્યું છે કે, હજુ પણ અહી વરસાદ પડવાનુ ચાલુ જ રહેશે. આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

cats660 36 સતત વરસાદથી મુંબઈ બન્યુ પાણી-પાણી, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

એવું કહેવામાં આવી રહ્યું છે કે, મુંબઇમાં સતત વરસાદને કારણે ઘણા નીચા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યારે ટ્રેનો પર પણ તેની ઘણી અસર પડી છે. વરસાદને કારણે સીએસટીએમથી અંબરનાથ આવતી સેન્ટ્રલ રેલ્વેની ટ્રેનો 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે. વળી હાર્બરની વડાલાથી વાશી સુધીની ટ્રેનો સંપૂર્ણ બંધ છે. આ સિવાય વેસ્ટર્ન રેલ્વે પણ 30 મિનિટ મોડી દોડી રહી છે.

22 1564840514 સતત વરસાદથી મુંબઈ બન્યુ પાણી-પાણી, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વરસાદ સારો પડ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ ભારે વરસાદે તારાજી સર્જી છે. મુંબઈની વાત કરીએ તો અહી સતત વરસાદનાં કારણે જનજીવન જાણે થંભી ગયુ છે. હવામાન વિભાગની માનીએ તો આવનારા 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.