Not Set/ શાહીન બાગ પર પ્રવેશ વર્માનાં એકવાર ફરી વિવાદિત બોલ, કહ્યુ- બિરયાનીનું ઋણ ચુકવી રહ્યા છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. શાહીન બાગ વિસ્તારમાં આવેલા મતદાન મથકો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા એકત્ર થયા હતા. સીએએ અને એનઆરસી વિરુદ્ધ 15 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રચાર દરમિયાન ધરણાને લઇને અનેકો પ્રકારની વાતો કરવામાં આવી છે. ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ ફરી એક વાર શાહીન બાગ અંગે ખૂબ વાંધાજનક નિવેદન […]

Top Stories India
Pravesh Verma શાહીન બાગ પર પ્રવેશ વર્માનાં એકવાર ફરી વિવાદિત બોલ, કહ્યુ- બિરયાનીનું ઋણ ચુકવી રહ્યા છે

દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે. શાહીન બાગ વિસ્તારમાં આવેલા મતદાન મથકો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા એકત્ર થયા હતા. સીએએ અને એનઆરસી વિરુદ્ધ 15 ડિસેમ્બરથી વિરોધ પ્રદર્શન ચાલુ છે. પ્રચાર દરમિયાન ધરણાને લઇને અનેકો પ્રકારની વાતો કરવામાં આવી છે. ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ ફરી એક વાર શાહીન બાગ અંગે ખૂબ વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે શાહીન બાગનાં લોકો બિરયાનીનું ઋણ ચૂકવી રહ્યા છે.

આખી ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણોને કારણે સમાચારોમાં આવેલા ભાજપનાં સાંસદ પ્રવેશ વર્માએ શનિવારે એક વીડિયો બહાર પાડ્યો હતો અને આમ આદમી પાર્ટીની વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી. ટ્વિટનાં કેપ્શનમાં વર્માએ લખ્યું છે કે, જો શાહીન બાગનાં લોકો લાંબી કતારોમાં જોર જોરથી બોલી શકે છે કે આમ આદમી પાર્ટીને વોટ આપો તો દિલ્હીની જનતાએ પણ તેમના ઘરમાંથી બહાર આવીને દેશભક્ત પાર્ટીને મત આપવો જોઇએ.

વળી વીડિયોમાં પ્રવેશ વર્મા કહે છે કે, ‘જામિયા, સીલમપુર, શાહીન બાગમાં એક સમુદાયનાં લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે અને ચીસો પાડી રહ્યા છે કે તેઓ આમ આદમી પાર્ટીને મત આપશે.’ તે કેમ ના આપે, આપ પાર્ટી તેમને એક મહિનાથી બિરયાની ખવડાવી રહી હતી, તે તેનું ઋણ ચુકવી રહ્યા છે. દિલ્હીની જનતા પર પણ દેશનું ઋણ છે, શહીદોનું ઋણ છે. તમે રાષ્ટ્રવાદી લોકો છે, દેશભક્તિ લોકો છો. અમે દિલ્હીને તૂટવા નહીં દઈએ. તમે પણ લાંબી લાઇનો લગાવીને, ચીસો પાડીને આઈ કાર્ડ બતાવવું જોઈએ અને કહેવું જોઈએ કે તમે રાષ્ટ્રવાદી પક્ષને મત આપશો.

આ પહેલીવાર નથી જ્યારે પ્રવેશ વર્માએ શાહીન બાગ વિશે આ પ્રકારની ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે, લાખો લોકો ત્યાં (શાહીન બાગ) એકઠા થાય છે. દિલ્હીની જનતાએ નિર્ણય લેવો પડશે. તેઓ તમારા ઘરોમાં પ્રવેશ કરશે, તમારી બહેનો અને પુત્રીનો બળાત્કાર કરશે, તેમને મારી નાખશે. આજે સમય છે. આવતીકાલે મોદીજી અને અમિત શાહ તમને બચાવવા આવશે નહીં. આ પછી, ચૂંટણી પંચે તેમના પર પ્રચાર માટે પ્રતિબંધ મૂક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.