Not Set/ ગૃહમંત્રાલયે બસોની ખરીદી કૌભાંડ મામલે સીબીઆઇને તપાસ સોંપી

કેન્દ્ર અને કેજરીવાલ વચ્ચે ફરી એક વખત વિવાદ વધી શકે છે. ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારે ખરીદેલી 1,000 બસોની ખરીદીની તપાસના આદેશ આપ્યા છે

Top Stories India
delhi ગૃહમંત્રાલયે બસોની ખરીદી કૌભાંડ મામલે સીબીઆઇને તપાસ સોંપી

કેન્દ્ર સરકાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે ફરી એક વખત વિવાદ વધી શકે છે. ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારે ખરીદેલી 1,000 બસોની ખરીદીની તપાસના આદેશ આપ્યા છે. ગૃહ મંત્રાલયે એક હજાર લો-ફ્લોર બસોની ખરીદીની CBI તપાસનો આદેશ આપ્યો છે. 1,000 બસોની ખરીદી અને જાળવણી માટે દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન સાથેની આ ડીલની તપાસ હવે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા કરવામાં આવશે અને આ મામલે રાજકારણ પણ ગરમાઈ શકે છે. અગાઉ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી અને આ સમિતિએ તેની તપાસમાં આ સોદામાં ઘણી ગેરરીતિઓ મળી હતી. જે બાદ લેફ્ટનન્ટ ગવર્નરે આ રિપોર્ટ ગૃહ મંત્રાલયને આપ્યો હતો. 21 જુલાઈના રોજ આ સોદા સંબંધિત ફાઈલ લેફ્ટનન્ટ ગવર્નરે ગૃહ મંત્રાલયને આપી હતી.

ગૃહ મંત્રાલયના અધિક સચિવ (કેન્દ્રશાસિત પ્રદેશો) ગોવિંદ મોહને દિલ્હીના મુખ્ય સચિવ વિજય દેવને 16 ઓગસ્ટે સીબીઆઈ તપાસ અંગે જાણ કરી હતી. અધિક સચિવ ગોવિંદ મોહને દિલ્હીના મુખ્ય સચિવને લખ્યું છે કે ‘હું દિલ્હી સરકાર દ્વારા ખરીદેલી 1000 લો-ફ્લોર બસોની ખરીદી અંગે આ પત્ર લખી રહ્યો છું. કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની સમિતિએ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ અહેવાલની ગૃહ મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને સક્ષમ અધિકારીઓ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ મામલાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો