Gandhinagar/ ચૂંટણીપંચ ભાજપના ઈશારા પર નાચે છે ? બીજલ પટેલના નિવેદન પર શરુ થયું રાજકારણ

પૂર્વ મેયર બીજલ પટેલે એક નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. ત્યારે હવે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ સવાલો ઉઠાવ્યા છે.

Top Stories Ahmedabad Gujarat
a 155 ચૂંટણીપંચ ભાજપના ઈશારા પર નાચે છે ? બીજલ પટેલના નિવેદન પર શરુ થયું રાજકારણ

અમદાવાદના પૂર્વ મહિલા મેયર અને ભાજપના નેતા બીજલ પટેલ દ્વારા આપવામાં આવેલ એક નિવેદનથી હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપના નેતાઓમાં પણ હડકંપ મચી ગયો છે.

પૂર્વ મેયર બીજલ પટેલે એક નિવેદન આપતા કહ્યું કે, ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. ત્યારે હવે આ મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ સવાલો ઉઠાવ્યા છે.

બીજલ પટેલના આ નિવેદન અંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે, “ચૂંટણી પંચ ભાજપના ઇશારે નાચે છે? સ્વતંત્ર સંસ્થાઓની સ્વતંત્રતા છીનવાતા દેશમાં લોકશાહી નામમાત્ર રહી ગઇ છે!.

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપની મીડિયા સેલની મીટીંગ યોજાઈ હતી, જ્યાં આ બેઠક સમાપ્ત થયા બાદ બીજલ પટેલે કહ્યું હતું કે, ચૂંટણીની તારીખ તો ભાજપનું સંગઠન નક્કી કરે છે, એટલે એનો અર્થ એ થયો કે તારીખ ચૂંટણીપંચ નક્કી કરતું નથી. બીજલ પટેલના આ નિવેદનથી હવે ચૂંટણીપંચ પર સવાલો ઉભા થયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો