Not Set/ શિરડી/ સાંઈ બાબાના જન્મસ્થળ અંગે વિવાદ, પાથરીને જન્મસ્થળ દર્શાવતા લોકો નારાજ

સાંઇ બાબા 1854 માં પહેલી વાર શિરડી આવ્યા હતા તે સમયે સાઇ બાબાની ઉંમર 16 વર્ષની હતી 1918 માં શિરડીમાં સમાધિ લીધી સાંઈ બાબાના જન્મસ્થળને લઈને વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાથરી સાંઈ બાબાનું જન્મસ્થળ હતું, આ અંગે તેમના ‘કર્મસ્થળ’ શિરડીના રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ આગામી […]

Uncategorized
સાઈ બાબા શિરડી/ સાંઈ બાબાના જન્મસ્થળ અંગે વિવાદ, પાથરીને જન્મસ્થળ દર્શાવતા લોકો નારાજ

સાંઇ બાબા 1854 માં પહેલી વાર શિરડી આવ્યા હતા

તે સમયે સાઇ બાબાની ઉંમર 16 વર્ષની હતી

1918 માં શિરડીમાં સમાધિ લીધી

સાંઈ બાબાના જન્મસ્થળને લઈને વિવાદ શરૂ થયો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાથરી સાંઈ બાબાનું જન્મસ્થળ હતું, આ અંગે તેમના ‘કર્મસ્થળ’ શિરડીના રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ આગામી બે દિવસ શહેર બંધનું એલાન આપ્યું છે. મંદિર બંધ કરવાની પણ વાત કરવામાં આવી રહી હતી. જોકે શ્રી સાંઈ બાબા સંસ્થા ટ્રસ્ટના જનસંપર્ક અધિકારી, મોહન યાદવે કહ્યું છે કે મંદિર બંધ ન થવું જોઈએ, પરંતુ હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે જેના કારણે ભક્તોને મુશ્કેલી પડી શકે છે.

તે જ સમયે, સાંઈ મંદિરના સીઈઓ દિપક મુગાલીકરે પણ આ અંગે મંદિર વહીવટનો વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે મીડિયામાં એક સમાચાર આવ્યા છે કે 19 જાન્યુઆરીએ મંદિર બંધ રહેશે. પરંતુ મને સ્પષ્ટ કરવા દો કે આ માત્ર એક અફવા છે. આ મંદિર 19 જાન્યુઆરીએ ખુલશે.

દરમિયાન, અહમદનગરના ભાજપના ધારાસભ્ય સુજય વિખે-પાટીલે ચેતવણી આપી હતી કે શિરડી નિવાસીઓ પણ આ મુદ્દે ‘કાનૂની લડત’ શરૂ કરી શકે છે. પાટિલે નવી સરકારની રચના બાદ ઉભા થયેલા વિવાદ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ પહેલા ક્યારેય પાથરીના રહેવાસીઓએ સાંઈ બાબાના જન્મ સ્થળ હોવાનો દાવો કર્યો ન હતો. જો કે, કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણે અપીલ કરી હતી કે, જન્મસ્થળના વિવાદને કારણે પાથરીમાં ભક્તો માટે સુવિધા નિર્માણનો કોઈ વિરોધ ન કરવો જોઇએ.

આ પહેલા ગુરુવારે એનસીપી નેતા દુર્રાની અબ્દુલ્લા ખાને દાવો કર્યો હતો કે બાબાના જન્મસ્થળના પુરાવા છે. દુર્રાણીએ ‘જન્મભૂમિ’ અને ‘કર્મભૂમિ’ બંનેના મહત્વ વિશે વાત કરી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શિરડી નિવાસીઓ તેમની કમાણી વહેંચવાના ડરથી વિરોધ કરી રહ્યા છે. આ પછી જ શિરડીમાં વિરોધની લહેર શરૂ થઈ.

વિવાદ શું છે

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સાંઇ બાબાના જન્મસ્થળના વિકાસ માટે 100 કરોડના ફંડની જાહેરાત કરી ત્યારે વિવાદ શરૂ થયો હતો. સાંઈ બાબાનું આખું જીવન 19 મી સદીમાં અહમદનગર જિલ્લામાં સ્થિત શિરડી શહેરમાં પસાર થયું હતું અને આ કારણોસર દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં આવે છે. સાંઇ બાબાના ઘણા અનુયાયીઓ શિરડીથી આશરે 275 કિલોમીટર દૂર આવેલા મરાઠાવાડાના પરભણી જિલ્લાના પાથરી ગામને તેમનું જન્મસ્થાન માને છે. પરંતુ શ્રી સાંઈ બાબા સંસ્થા અને શિરડી શહેરના લોકો આ દાવાની વિરુદ્ધ છે.

શિરડીના લોકોએ કહ્યું…

જો સરકાર પાથરી ગામના વિકાસ માટે 100 કે 200 કરોડ ખર્ચ કરવા માંગે છે, પરંતુ સાંઇ બાબાના જન્મસ્થળના નામે નહીં. શિરડી સાંઈ બાબાની કાર્યસ્થળ રહી છે, પરંતુ જન્મ સ્થળ વિશે કોઈ પુરાવા નથી. તેથી, પાથરી ગામને સાંઇ બાબાના જન્મ સ્થળ તરીકે ઓળખાવી શકાય નહીં. સાંઇ બાબાએ ક્યારેય તેમના ગામ, જાતિ અથવા ધર્મ વિશે કંઇ ઉલ્લેખ કર્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની 

નવી મોબાઇલ એપ્લિકેશન.