T20 World Cup/ રોય અને બિલિંગ્સની જોડીએ પકડ્યો શાનદાર Catch, ICC એ શેર કર્યો Video

શાનદાર બેટિંગ કરી રહેલા હસરંગાએ 17મી ઓવરનાં પાંચમા બોલ પર લિયામ લિવિંગસ્ટોનનાં બોલ પર લોંગ ઓફ તરફ શોટ રમ્યો હતો. બોલ સિક્સર માટે બાઉન્ડ્રી પાર કરી રહી હોય તેવું લાગતું હતું.

Sports
રોય અને બિલિંગ્સ

શારજાહમાં સોમવારે (1 નવેમ્બર) રમાયેલી ICC T20 વર્લ્ડકપ 2021 ની મેચમાં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 26 રને હરાવ્યું. આ જીત સાથે ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે. ચાર મેચમાં ઈંગ્લેન્ડની આ સતત ચોથી જીત છે.

આ પણ વાંચો – T20 World Cup / બટલરે બનાવ્યો અનોખો રેકોર્ડ, આમ કરનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન બન્યો

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માટે વાનિન્દુ હસરંગા (34) અને (26)એ છઠ્ઠી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન એવું લાગી રહ્યું હતું કે મેચ શ્રીલંકાનાં પક્ષમાં ચાલી રહી છે, પરંતુ જેસન રોય અને સેમ બિલિંગ્સની જોડીએ એક આશ્ચર્યજનક કેચ પકડીને આ ભાગીદારીને તોડી નાખી હતી. શાનદાર બેટિંગ કરી રહેલા હસરંગાએ 17મી ઓવરનાં પાંચમા બોલ પર લિયામ લિવિંગસ્ટોનનાં બોલ પર લોંગ ઓફ તરફ શોટ રમ્યો હતો. બોલ સિક્સર માટે બાઉન્ડ્રી પાર કરી રહી હોય તેવું લાગતું હતું, પરંતુ રોય તેની ડાબી બાજુએ પડી અને તેણે કેચ લીધો અને બાઉન્ડ્રી તરફ જતા પહેલા બોલ બિલિંગ્સ તરફ ફેંક્યો. બન્નેએ સાથે મળીને આ શાનદાર કેચ લીધો હતો.

https://www.instagram.com/reel/CVveNKjFPCM/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – T20 World Cup / કોહલીનાં પરિવારને મળી ધમકી, પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યુ- ટીકાનો અધિકાર પણ મર્યાદામાં રહી

હસરંગાનાં આઉટ થયા બાદ શ્રીલંકા આ મેચમાંથી સંપૂર્ણ રીતે બહાર થઈ ગયું હતું અને પછીનાં 8 રનમાં ચાર ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા અને ટીમ અંતે મેચ 26 રનથી હારી ગઈ હતી. હસરંગા ઉપરાંત ભાનુકા રાજપક્ષે અને કેપ્ટન દાશુન શનાકાએ 26-26 રનનું યોગદાન આપ્યું હતું. ટાઇમલ મિલ્સ સિવાય તમામ બોલરોએ ઈંગ્લેન્ડ માટે ઓછામાં ઓછી એક વિકેટ મેળવી હતી. મોઈન અલી, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડને બે-બે જ્યારે ક્રિસ વોક્સ અને લિયામ લિવિંગસ્ટોને એક-એક વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરતા ઈગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા એક ઓવર બાકી રહેતા 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડને તેની છેલ્લી લીગ મેચમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવો પડશે. આ મેચ 6 નવેમ્બરે રમાવાની છે.