odi series/ ભારતે એકતરફી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું,કુલદીપ યાદવની મેજિકલ બોલિંગ

ભારતે ODI શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

Top Stories Sports
10 4 ભારતે એકતરફી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને પાંચ વિકેટે હરાવ્યું,કુલદીપ યાદવની મેજિકલ બોલિંગ

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને કુલ 114 રનમાં સમેટી દીધી હતી. ભારતે પાંચ વિકેટના નુકશાન પર 118 રન બનાવીને મેચ જીતી લીધી હતી.ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે પાંચ વિકેટે જીતી લીધી છે. ભારતીય બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શન બાદ ઈશાન કિશન (52 રન)ની અડધી સદીના આધારે ભારતે આ મેચ જીતી લીધી હતી.

ભારતે ODI શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 114 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઈશાન કિશને અડધી સદી ફટકારી હતી. ઈશાને 46 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. આ સાથે જ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી હતી. કુલદીપે 4 અને જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.