Not Set/ #Corona/ અમેરિકન સરકારનાં તમામ પ્રયત્નો છતા કોરોનાથી મોતની સંખ્યામાં થઇ રહ્યો છે સતત વધારો, મોતનો આંકડો પહોંચ્યો…

અમેરિકામાં પણ કોરોના વાયરસનો તાંડવ ચાલુ છે, સરકારનાં તમામ પ્રયત્નો પછી પણ કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યુ.એસ. માં છેલ્લા 24 કલાક દરમિયાન 1,400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જેના પછી કુલ મૃત્યુઆંક 66 હજારનાં આંકડાને પાર કરી ગયો છે. અમેરિકામાં દરરોજ જે રીતે હજારો લોકો મરી રહ્યા છે, […]

World
f14932e52515ea4ac7244f4b140e8569 #Corona/ અમેરિકન સરકારનાં તમામ પ્રયત્નો છતા કોરોનાથી મોતની સંખ્યામાં થઇ રહ્યો છે સતત વધારો, મોતનો આંકડો પહોંચ્યો...

અમેરિકામાં પણ કોરોના વાયરસનો તાંડવ ચાલુ છે, સરકારનાં તમામ પ્રયત્નો પછી પણ કોરોના વાયરસથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. યુ.એસ. માં છેલ્લા 24 કલાક દરમિયાન 1,400 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જેના પછી કુલ મૃત્યુઆંક 66 હજારનાં આંકડાને પાર કરી ગયો છે.

અમેરિકામાં દરરોજ જે રીતે હજારો લોકો મરી રહ્યા છે, તેનાથી ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે, દેશમાં કોવિડ-19 થી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા રવિવારે સવારે સાત વાગ્યા સુધીમાં 66,368 પર પહોંચી ગઈ છે, જ્યારે રોગચાળાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 11 લાખને વટાવી ગઈ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાયરસને લઇને ચીન પર ઉગ્ર હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે પુરાવા જોયા છે કે જે સ્પષ્ટ કરે છે તે ચીનનાં વુહાન લેબમાંથી આ વાયરસ ફેલાયો છે. તેમણે ચીનને ધમકી આપી હતી કે કોરોના વાયરસ સંકટને પગલે તેઓ નવા ટેરિફ લાદશે, જ્યારે ટ્રમ્પને પત્રકારોએ પૂછ્યું હતું કે તમે આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો છો કે કોરોના ચીનનાં વુહાન લેબમાંથી ફેલાયો છે, શું તમે આના પુરાવા જોયા છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હા મેં જોઇ લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.