West Africa/ માલીમાં યુવકની અંધાધૂંધ ફાયરિંગ, 20 લોકોની કરી હત્યા

માલીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે, અહીં એક સશસ્ત્ર યુવકે લોકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 20 લોકોના મોત થયા હતા.

Top Stories World
11 11 માલીમાં યુવકની અંધાધૂંધ ફાયરિંગ, 20 લોકોની કરી હત્યા

માલીમાં એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સશસ્ત્ર યુવકે લોકો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 20 લોકોના મોત થયા હતા. પશ્ચિમ આફ્રિકાના માલીમાં એક હથિયારધારી વ્યક્તિએ 20 લોકોની હત્યા કરી નાખી છે. પોલીસે જણાવ્યું કે એક વ્યક્તિ હથિયાર લઈને આવ્યો હતો. તેણે લોકો પર અંધાધૂંધ ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. આ હુમલામાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફાયરિંગની ઘટના બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડતા જોવા મળ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર હુમલા દરમિયાન લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધનીય છે કે આ પહેલા અમેરિકાના ઓક્લાહોમામાં ગોળીબારની ઘટના બની હતી. ઓક્લાહોમાના તુલસામાં એક હોસ્પિટલ કેમ્પસ બિલ્ડિંગમાં ગોળીબારમાં ચાર લોકોના મોત થયા છે. અહીં એક વ્યક્તિ બંદૂક લઈને મેડિકલ ઓફિસની ઈમારતમાં ઘુસી ગયો અને ગોળીબાર કર્યો. જેમાં ચાર લોકોના મોત થયા હતા.

જ્યારે મે મહિનામાં અમેરિકાના ટેક્સાસમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં 19 વિદ્યાર્થીઓ સહિત 23ના મોત થયા હતા. જેમાં 2 શિક્ષકો પણ સામેલ હતા. અગાઉ મે મહિનામાં બફેલોના સુપરમાર્કેટમાં ગોળીબારની ઘટના બની હતી. અહીં એક ગોરા માણસે ગોળીબાર કર્યો હતો. જેમાં 10 અશ્વેતોના મોત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.