Not Set/ #CoronaUpdate/ વિશ્વભરમાં 2 લાખથી વધુનાં મોત; USમાં લગભગ 53 હજાર લોકોએ જીવ ગુમાવ્યો, 9 લાખથી વધુ સંક્રમિત

કોરોના વાયરસને લીધે વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખથી ઉપર પહોંચી ગયો છે, જેમાંથી બે તૃતીયાંશ હિસ્સા સાથે સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપ છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી હતી. યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે શનિવાર અને 25 એપ્રિલ સુધીમાં કુલ 2,00,698 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે, જ્યારે કોરોનો […]

World
c420e5b7546f6b453faf37f3fe740269 #CoronaUpdate/ વિશ્વભરમાં 2 લાખથી વધુનાં મોત; USમાં લગભગ 53 હજાર લોકોએ જીવ ગુમાવ્યો, 9 લાખથી વધુ સંક્રમિત

કોરોના વાયરસને લીધે વિશ્વભરમાં મૃત્યુઆંક બે લાખથી ઉપર પહોંચી ગયો છે, જેમાંથી બે તૃતીયાંશ હિસ્સા સાથે સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપ છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીએ આ માહિતી આપી હતી. યુનિવર્સિટીના સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) દ્વારા તૈયાર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે શનિવાર અને 25 એપ્રિલ સુધીમાં કુલ 2,00,698 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા છે, જ્યારે કોરોનો વૈશ્વિક વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા વધીને 28,65,938 થઈ ગઈ છે, તો આમાંથી 8,10,327 ચેપ મુક્ત પણ થયા છે.

યુ.એસ.ના મૃત્યુના અનુસાર આંકડા અનુસાર યુ.એસ. હવે વિશ્વમાં કોરોના વાયરસના ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત છે, યુ.એસ.માં કોવિડ -19 થી મૃત્યુની સંખ્યા વધીને 52,782 થઈ છે અને ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 9,24,576 છે. આમાંથી 99,346 લોકોને ચેપ મુક્ત પણ થયા છે. કોવિડ -19થી બીજો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલી છે, જ્યાં 1,95,351 લોકોને સંક્રમણ છે, તો 26,384 લોકોના મોતને પુષ્ટિ મળી છે, જ્યારે 63,120 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે.

એ જ રીતે, સ્પેનમાં 2,23,759 લોકોને ચેપ લાગ્યો છે, જેમાં 22,902 લોકો મૃત્યુ પામ્યા છે. ફ્રાન્સમાં કોરોના વાયરસના ચેપને કારણે 22,279 લોકોએ જીવ ગુમાવ્યો છે અને કુલ 1,59,952 કેસની પુષ્ટિ થઈ છે. યુકેમાં 20,380 લોકોનાં મોત સાથે કુલ 1,49,554 લોકોને ચેપ લાગ્યો છે. ડિસેમ્બરમાં પ્રથમ વખત ચેપ શરૂ થયો હતો તે ચીનમાં, કોવિડ -19 થી 4,636 લોકો મૃત્યુ પામ્યા છે અને 83,901 લોકોને ચેપ લાગ્યો છે.

    નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

    તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

    લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.