Not Set/ #Corona/ અમેરિકામાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો પહોંચ્યો…

અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ ચાલુ છે, કોવિડ 19 રોગચાળાનાં કારણે છેલ્લા 24 કલાકમાં 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, અમેરિકામાં અત્યાર સુધીમાં 62,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ હજારો લોકો મરી રહ્યા છે, તેનાથી ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે. United States of America (USA) recorded more than 2,000 #coronavirus deaths […]

World
a94773693108bdca86549426045f1942 #Corona/ અમેરિકામાં કોરોનાનું તાંડવ, છેલ્લા 24 કલાકમાં મોતનો આંકડો પહોંચ્યો...

અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ ચાલુ છે, કોવિડ 19 રોગચાળાનાં કારણે છેલ્લા 24 કલાકમાં 2,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, અમેરિકામાં અત્યાર સુધીમાં 62,000 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દરરોજ હજારો લોકો મરી રહ્યા છે, તેનાથી ટ્રમ્પ સરકારની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

આપને જણાવી દઇએ કે, અમેરિકામાં ફક્ત ત્રણ મહિનામાં કોરોના વાયરસને કારણે 60 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો વિયટનામ યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાને પણ વટાવી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કોરોના વાયરસને લઇને ચીન પર ઉગ્ર હુમલો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે પુરાવા જોયા છે કે જે સ્પષ્ટ કરે છે કે આ વાયરસ ચીનનાં વુહાન લેબમાંથી ફેલાયો છે. તેમણે ચીનને ધમકી આપી હતી કે કોરોના વાયરસ સંકટને પગલે તેઓ નવા ટેરિફ લાદશે, જ્યારે ટ્રમ્પને પત્રકારોએ પૂછ્યું કે તમે આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો છો કે કોરોના ચીનનાં વુહાન લેબમાંથી ફેલાયો છે, શું તમે આના પુરાવા જોયા છે? તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હા મેં જોયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.