Not Set/ #Corona/ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ મોત નોંધાયા, ટ્રમ્પેનો મોટો નિર્ણય

વિશ્વની લગભગ ચાર ટકા વસ્તી ધરાવતો દેશ અમેરિકા કોવિડ-19 ચેપને કારણે હાલમાં હજારો નાગરિકો ગુમાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત, દેશમાં મૃત્યુનો આંક 4,500 ને પાર કરી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 33,268 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલે કે, વિશ્વમાં થયેલા કુલ મૃત્યુનો 24 ટકા હિસ્સો ફક્ત અમેરિકામાં જ થયો છે. દરમિયાન […]

World

વિશ્વની લગભગ ચાર ટકા વસ્તી ધરાવતો દેશ અમેરિકા કોવિડ-19 ચેપને કારણે હાલમાં હજારો નાગરિકો ગુમાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં પ્રથમ વખત, દેશમાં મૃત્યુનો આંક 4,500 ને પાર કરી ગયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 33,268 લોકોએ જીવ ગુમાવ્યો છે. એટલે કે, વિશ્વમાં થયેલા કુલ મૃત્યુનો 24 ટકા હિસ્સો ફક્ત અમેરિકામાં જ થયો છે. દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખેડૂતો માટે 19 બિલિયનનાં રાહત પેકેજની જાહેરાત કરી છે. ટ્રમ્પે કોરોના વાયરસથી થતી આર્થિક મંદી વચ્ચે કૃષિ ઉદ્યોગોને સહાય રૂપે આ જાહેરાત કરી હતી.

કોરોના વાયરસનાં આ સંકટથી લડી રહેલા અમેરિકન ખેડૂતો માટે આ એક મોટી રાહત છે. નોંધપાત્ર વાત એ છે કે, કોરોના વાયરસ રોગચાળાએ અમેરિકન ખેડૂતોની હાલત વધુ ખરાબ કરી દીધી છે. બજાર બંધ હોવાને કારણે તેમનો સામાન ઉભો નથી થઇ રહ્યો, ઢોર વેચાઇ રહ્યા નથી અને તેમને રાખવા માટે કોઈ જગ્યા નથી, દૂધ પણ ખેતરોમાં રેડવું પડી રહ્યુ છે. માંસ ત્યાં મોંઘું થઈ ગયું છે, પરંતુ શિકાગોનાં બજારમાં સૂચિબદ્ધ પશુઓનાં ભાવમાં ઘટાડો થયો છે.

કોરોના વાયરસ સામેની લડતમાં યુનાઇટેડ સ્ટેટ્સે ભારત તરફ મદદનો હાથ વધાર્યો છે. વિદેશ વિભાગનાં જણાવ્યા મુજબ, યુ.એસ.એ ભારતને કોરોના વાયરસનાં ફેલાવાને ધીમું કરવા માટે લગભગ 60 લાખ ડોલરની સહાય આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ રકમનો ઉપયોગ ભારતમાં રોગનો ફેલાવો ઘટાડવા માટે કરવામાં આવશે. આ સહાયનો ઉપયોગ સંકટ તૈયારી અને આ રોગચાળાની પ્રતિક્રિયા વિરુદ્ધ તંત્રને એકઠા કરવા માટે પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.