રાજ્યમાં કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર સુરત શહેરમાં આજે સવારથી જ લોકો દવા લેવાના બહાને ઘરની બહાર નિકળી રહ્યા છે. સુરત શહેરનાં મેડિકલ સ્ટોર સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે કે, આજથી એટલે કે ગુરુવારથી જ મેડિકલ સ્ટોર્સ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
આ પહેલા સુરતમાં દવાની દુકાન દિવસ દરમિયાન ખુલ્લા જ રહેતા હતા પરંતુ જે રીતે સુરતમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે તે જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા દવાની દુકાનમાં સામાજીક અંતરને ધ્યાનમાં ન લેવાતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. સુરત શહેરમાં સામાજીક અંતરનાં કારણે કોરોના પોઝિટીવનાં કેસોમાં વધારો થયો છે. સુરતમાં અત્યાર સુધી 415 કેસો નોંધાયા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
