Not Set/ મક્કામાં હજની રીત બદલાઈ, સાઉદી અરેબિયાની અબજો ડોલરની કમાણી પર અસર

આ યાત્રા લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે, પરંતુ પરંપરાગત રીતે મુસ્લિમો હજયાત્રાના સમય પહેલાથી જ મક્કામાં પહોંચવાનું શરૂ કરે છે. હજનું સમાપન ઇદ અલ-અજહાના તહેવારની સાથે થાય છે.

Top Stories World
jahnvi kapoor 16 મક્કામાં હજની રીત બદલાઈ, સાઉદી અરેબિયાની અબજો ડોલરની કમાણી પર અસર

કોવિડ -19 પહેલા, જ્યાં વિશ્વભરમાંથી આશરે 25 લાખ મુસ્લિમો હજ યાત્રા માટે આવતા હતા, આ વખતે તેમની સંખ્યા પહેલાની તુલનાએ લગભગ નહિવત્ છે. કોવિડ -19 ને કારણે છેલ્લા બે વર્ષથી બહારથી આવતા હાજીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇ લાખો લોકોનું હજ કરવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું છે.  તો સાથે સાઉદી અરેબિયાની દર વર્ષે અબજો ડોલરની આવકને પણ અસર થઈ છે.

પાંચ દિવસ સુધી ચાલે છે યાત્રા

આ યાત્રા લગભગ પાંચ દિવસ સુધી ચાલે છે, પરંતુ પરંપરાગત રીતે મુસ્લિમો હજયાત્રાના સમય પહેલાથી જ મક્કામાં પહોંચવાનું શરૂ કરે છે. હજનું સમાપન ઇદ અલ-અજહાના તહેવારની સાથે થાય છે. આ દિવસે વિશ્વભરના ગરીબ લોકોમાં માંસનું વિતરણ કરવામાં આવે છે.

જેમને રસી આપવામાં આવી છે તેમને આ વર્ષે હજ માટેની પરવાનગી મળી છે

આ વર્ષે, 60 હજારથી વધુ રસી લીધેલા સાઉદી નાગરિકો અથવા રહેવાસીઓને હજ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગયા વર્ષે સાંકેતિક હજ કરનારા લોકો કરતા આ સંખ્યા ઘણી વધારે છે. ગયા વર્ષે સાઉદી અરેબિયામાં રહેતા એક હજાર લોકોએ જ હજ કરી હતી.

સેનિટાઈઝેશન માટે રોબોટ તૈનાત

કોવિડ -19 ને કારણે આ વખતે હજ માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. કાબાની આજુબાજુ સ્વચ્છતા માટે રોબોટ્સ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય લોકોને સ્માર્ટ બ્રેસલેટ્સ દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવી રહી છે. આ બ્રેસલેટ દ્વારા  હજ યાત્રાળુઓના ઓક્સિજન સ્તર અને રસીકરણની માહિતીની જાણકારી રાખવામાં આવશે. આ સાથે, કટોકટીની સ્થિતિમાં પણ મદદ માંગી શકાય છે.

દિવસમાં ઘણી વખત મસ્જિદની સાફ અને સફાઇ થાય છે

આ સિવાય સફાઈ કામદારો મસ્જિદ અલ હરમની સફાઇ અને સેનિટાઈઝેશન દિવસમાં ઘણી વખત કરે છે. આ મસ્જિદની અંદર કાબા આવેલું છે. જીવનકાળમાં ઓછામાં ઓછું એકવાર હજ યાત્રા કરવી એ ઇસ્લામનો સૌથી મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ સમય દરમિયાન, પયગંબર મુહમ્મદના જીવનથી સંબંધિત સાઇટ્સની મુલાકાત લેવામાં આવે છે. હજને પાપોથી મુક્ત થવા અને મુસ્લિમોમાં એકતાનો સંદેશ આપવાની તક માનવામાં આવે છે.