Rajkot/ વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળાએ..?

વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળાએ..?

Top Stories Gujarat Rajkot
corona ૧૧૧૧ 52 વધુ એક શાળામાં કોરોનાનો પ્રવેશ,  શું વાલી બાળકોને મોકલશે શાળાએ..?

ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12 ના શાળાકીય વર્ગો શરુ થઈ ચુક્યા છે. ત્યારે એક પછી એક શાળામાં કોરોના કેસ સામે આવી રહ્યા છે. પહેલા જામનગર, પછી કેશોદ અને હવે રાજકોટ ખાતે કોરોનાએ શાળામાં પ્રવેશ કર્યો છે.

રાજકોટની કોટેચા ગર્લ્સ શાળાના પ્રિન્સીપાલ કોરોના પોઝીટીવ બન્યા છે. શાળાના મહિલા પ્રિન્સીપાલ સહીત ૩ લોકો કોરોના ગ્રસ્ત બન્યા છે. ધો. 10, 12ના વર્ગ શરૂ થતાં શાળા સંચાલકો અને વાલી ઓમાં ફફડાટ પેશી ગયો છે. નોધનીય છે કે રાજકોટ શહેર અને જીલ્લામાં કુલ 6 શાળા કર્મી આઈસોલેટ થયા છે.

Twitter / ટ્વિટરે ટ્રમ્પ બાદ રિપબ્લિકનનાં અન્ય એક સાંસદનાં ખાતા પર પ્ર…

અત્રે નોધનીય છે કે જુનાગઢના કેશોદમાં 11 વિદ્યાર્થિનીઓને એક સાથે કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  એક જ શાળાની 11 વિધાર્થીનીઓ સંક્રમિત મળી આવતા તંત્ર અને શાળાના સંચાલકો સહીત વાલીગણ માં હડકંપ મચી ગયો છે. કેશોદની કે.એ. વણપરિયા વિનય મંદિરમાં વિદ્યાર્થિનીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં ધો-10 અને 12ની એક સાથે ૧૧ બાળાઓ કોરોના સંક્રમિત જોવા મળી હતી. તો જામનગરમાં જોડિયાની હુન્નર શાળાની વિદ્યાર્થિનીને કોરોના પોઝીટીવ આવી છે. ધોરણ ૧૨ માં અભ્યાસરત વિધાર્થીની કોરોના સંક્રમિત નજર આવી હતી.

7th pay commission / મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારા સાથેનું વેતન જાન્યુઆરીમાં મળશે…

એક બાજુ સરકારે ધોરણ ૧૨ ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે પ્રેક્ટીકલ પરિક્ષાની  જાહેરાત કરી છે. શું હજુ પણ સરકાર પોતાના શાળા ખોલવામાં નિર્ણય ઉપર અડગ રહેશે કે પછી હજુ વધુ વિધાર્થીઓના કોરોનાગ્રસ્ત બનવાની રાહ જોશે..? આ વાત નો જવાબ તો આવનાર સમય જ લેશે. પરંતુ શક્ય છે કે હવે વાલીઓ પોતાના વ્હાલસોયાને શાળાએ મોકલતા પહેલા જરૂર એકવાર વિચારતા થઇ જશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…