Covid-19/ રાજ્યમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

સમગ્ર વિશ્વમાં જે વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઇને સમગ્ર દુનિયાનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે કોરોના વાયરસને આપણો દેશ માતત આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે….

Gujarat Others
Untitled 19 રાજ્યમાં ઝડપથી ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 471
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 257813
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 727
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 247950
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5491

સમગ્ર વિશ્વમાં જે વાયરસે કહેર મચાવ્યો છે, જેને લઇને સમગ્ર દુનિયાનાં વૈજ્ઞાનિકો વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા તે કોરોના વાયરસને આપણો દેશ માતત આપી રહ્યો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

જી હા, તમે સાંચુ જ વાંચી રહ્યા છો, વિશ્વની સરખામણીએ આપણા દેશમાં કોરોનાનાં દર્દીઓનો આંક ઘટી રહ્યો છે. વળી જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી આ ગ્રાફ સતત ઘટી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 471 હોવાનુ સામે આવ્યુ છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 2,57,813 પર પહોંચી ગયો છે. વળી છેલ્લા 24 કલાકમાં 01 લોકોનું આ કોરોના વાયરસનાં કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 727 નોંધાઇ છે. વળી આ કોરોનાને માત આપી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 2,47,950 પર પહોંચી ગઇ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5,491 પર પહોંચી ગઇ છે.

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. જો રસીકરણની વાત કરીએ તો, 16 તારીખથી આજ દિન સુધી રાજ્યમાં કુલ 35,851 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આજે રાજ્યમાં કુલ 161 કેન્દ્રો પર 12,487 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અને ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે કોરોનાની રસીને કારણે રાજ્યમાં એકપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,69,694 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,69,587 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 107 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5,491 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 52 છે. જ્યારે 5,439 લોકો સ્ટેબલ છે. 2,47,950 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4372 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 01 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 01 વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો