Recipe/ આવો જણાવીએ રાજકોટની સ્પેશિયલ ચટણીની સિક્રેટ Recipe

રાજકોટની ચટણી બનાવવા માટેની સામગ્રી: 20 નંગ – તીખા લીલા મરચા પોણો કપ – કાચા સીંગદાણા મીઠું – 1 ચમચી અડધી ચમચી – લીંબુના ફૂલ ચપટી – હળદર 2 ચમચી – લીંબુનો રસ રાજકોટની ચટણી બનાવવા માટેની રીત: ★ સીંગદાણાને ધોઈને ડૂબાડૂબ પાણીમાં 8 થી 10 કલાક પલાળી દેવા. ★ દર 1 કલાકે સીંગદાણાને ચોળીને […]

Food Lifestyle
recipe આવો જણાવીએ રાજકોટની સ્પેશિયલ ચટણીની સિક્રેટ Recipe

રાજકોટની ચટણી બનાવવા માટેની સામગ્રી:

20 નંગ – તીખા લીલા મરચા
પોણો કપ – કાચા સીંગદાણા
મીઠું – 1 ચમચી
અડધી ચમચી – લીંબુના ફૂલ
ચપટી – હળદર
2 ચમચી – લીંબુનો રસ

લીલી ચટણી રેસિપી: આ રીતે ઘરે જ બનાવો રાજકોટની પ્રખ્યાત 'લીલી ચટણી', દિલ ખુશ થઇ જશે

રાજકોટની ચટણી બનાવવા માટેની રીત:

★ સીંગદાણાને ધોઈને ડૂબાડૂબ પાણીમાં 8 થી 10 કલાક પલાળી દેવા.
★ દર 1 કલાકે સીંગદાણાને ચોળીને ધોઈને પાણી બદલવું.
★ 7 થી 8 વખત સીંગદાણા ધોયા અને ફરી પાણી માં પલાળીયા.
★ હવે સિંગદાણાને પાણી માથી ચાઈની માં નિતારી લો.
★ મીક્સચર ના ચટણી જાર માં લીલા મરચા, મીઠું, હળદર અને લીંબુના ફૂલ તથા સીંગદાણા બધુ જ ગ્રાઇન્ડ કરો.
★ હવે તેમાં 1 લીંબુનો રસ ઉમેરો.
★ બને તો આ ચટણી સુકીજ ગ્રાઇન્ડ કરો, જો જરૂર પડે તો 1 થી 2 ટેબલ સ્પૂન પાણી નાખી શકાય.
★ આ ચટણી ને ફ્રીઝર માં ડબ્બા માં ભરીને રાખવી.

Food How To Make tasty Rajkot Special chili Chutney Recipe
★ 1 મહિના સુધી સારી રહે છે.
★ જ્યારે જરૂર પડે ત્યારે ચટણી માં પાણી નાખીને ઢીલી કરવી.